પાલીતાણાના એક અભણ ખેડૂતે દેશી પદ્ધતિથી બેટરી રીક્ષા બનાવી – એકવાર ચાર્જ કરે ૪૦ કિમિ રીક્ષા ચાલે છે
મિલન કુવાડિયા
ટેકનોલોજી દિવસે દિવસે વધી રહી છે પેટ્રોલ ડીઝલ ભાવ પણ આસમાને પોહચી ગયા છે મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બજેટ વિખરાઈ રહ્યા છે સતત પેટ્રોલ ડીઝલના ભાવના કારણે પાલીતાણાના એક ગરીબ અભણ સાદુંળભાઈ ચાવડા નામના ખેડૂતે પોતાની વાડી ખાતે કામ માટે ઉપયોગમાં લેવા બેટરી રીક્ષા બનાવી છે જેમણે આ રિક્ષામાં ચાર બેટરી નાખી છે મોટર ફિટ કરી છે.
રિક્ષામાં એક્સીલેટર બ્રેક સ્ટેરિંગ રીક્ષામાં પાછળ લોડિંગ માલસામાન હેરાફેરી માટે થાપડો બધું જ રાખવામાં આવ્યું હતું ૧૨ હોલ્ટની ચાર બેટરી એક વખત ચાર્જ કરવાથી ૪૦ કિલોમીટર સુધી ચાલે છે આ ખેડૂત ખાસ કરીને વાડી ખાતે માલસામાન અને માલઢોર માટે નિંણ માટે ઉપયોગમાં લે છે ૨૦૦ કિલો વજન પણ આ રીક્ષા લઈ શકે છે પોતે રીક્ષા બધી જ વસ્તુ કબાડીઓમાંથી લાવ્યા છે અને સતત બે વર્ષથી આ ખેડુત આ રિક્ષાનો ઉપયોગ કરું રહ્યા છે.
વાડી ખાતે દવાના છટકાવ સહિત ઘાસચારીની હેરફેર અન્ય ખેતીના કામો માટે આ રીક્ષાનો ઉપયોગ અભણ ખેડૂત સાદુંળભાઈ કરી રહ્યા છે ત્યારે મોંઘવારી અને પેટ્રોલ ડીઝલની મોંઘવારીથી બચવા પાલીતાણાના અભણ અને ગરીબ ખેડૂતે બેટરી રીક્ષા બનાવી છે અને જોઓ છેલ્લા બે વર્ષથી આ રિક્ષાનો ઉપયોગ ખેતી માટે કરી રહ્યા છે.