પાલીતાણા આર.એમ.ડી હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનનું લોકાર્પણ

વિશાલ સાગઠીયા
જૈન તીર્થનગરી પાલીતાણામાં આવતા યાત્રાળુઓ તેમજ પાલીતાણાની જનતા માટે ગીરી વિહાર ટ્રસ્ટ સંચાલિત આર.એમ.ડી.હોસ્પિટલ માં ડાયાલીસીસ સેન્ટર વિભાગમાં તદ્દન ફ્રી માં ડાયાલીસીસ ના દર્દીઓને ડાયાલીસીસ કરવામાં આવે છે જેમાં 2 મશીનો દ્વારા કરવામાં આવતું હતું જેમાં દર્દીઓનો વધુ ઘસારો રહેવાના કારણે સીતાબેન કેસરીમલ જૈન તરફથી નવું એક ડાયાલીસીસ મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું જેનું આજ રોજ દાતા સીતાબેન કેસરીમલ જૈન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં સાધ્વીજી ભગવંતો ટ્રસ્ટીઓ અજયભાઈ શાહ,સુરેશભાઈ,દેવભાઈ હોસ્પિટલ સ્ટાફ સહિતના લોકો લોકાર્પણ કાર્યકમમાં જોડાયા હતા હોસ્પિટલમાં નવું મશીન મુકવાના કારણે ડાયાલીસીસ ના દર્દીઓ જેમાં યાત્રાળુ તેમજ પાલીતાણા તાલુકાના દર્દીઓને ફ્રી માં લાભ મળશે ત્યારે પાલીતાણા તાલુકાના ડાયાલીસીસ ના દર્દીઓને વધુમાં વધુ લાભ લેવા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here