જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ દલિત આગેવાનોએ કરી : આવતીકાલ સુધીમાં માંગણી ન સ્વીકાર્ય તો લાશને જિલ્લા કલેકટર કચેરી સુધી લઈ જવાની ચીમકી

વિશાલ સાગઠિયા
પાલીતાણા કુંભણ ગામે યુવકે આત્મહત્યા કરતાં વિવાદ થયો છે તાલુકાના કુંભણ ગામે કેટલાક લોકોએ રેઢિયાળ ગાયોને વંડામાં પુરી હોય પાંચ દિવસ બાદ પણ છુટકારો ન કર્યો હોય જેથી યુવક દ્વારા ગાયોને છોડાવી હોય જેથી યુવકને અમુક ગ્રામજનો દ્વારા મારમારી પોલીસમાં અરજી કરેલ હોય જેને લઇને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ યુવકે આત્મહત્યા કરી લીધી.

જેમાં રાહુલ પડાયા નામના યુવકે આત્મહત્યા કરી ત્યારબાદ હાલ લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે અનુસૂચિત જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં માનસિંહજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે જ્ઞાતિના આગેવાનો ના ભારે પ્રેશર બાદ રૂરલ પોલીસે ફરિયાદ દાખલ કરી છે ત્યારે પાલીતાણા રૂરલ પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જેમાં ધીરુભાઈ રવજીભાઈ ચાંદપરા, હીરાભાઈ ભગવાનભાઈ ગઢીયા, ગણેશભાઈ સવજીભાઈ વાઘાણી ,રમેશભાઈ રવજીભાઈ ચાંદપરા, રમેશ ઢોલા નામના પાંચ ઈસમો વિરુદ્ધ રૂરલ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ત્યારે મૃતકના પરિવારજનો તેમજ જ્ઞાતિના આગેવાનો દ્વારા જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવાની ચીમકી ઉંચારી છે 16 કલાક જેટલો સમય થયો હોવા છતાં લાશ સ્વીકારવાનો ઈંન્કાર પરિવાર જનો દ્વારા કરવામાં આવી રહ્યો છે માનસિંહજી હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે ઘટનાને લઈને દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here