ચાહકોમાં શોક:નરેશ કનોડિયાના નિધનથી પાલિતાણાનો બાબરિયા પરિવાર રડી પડ્યો, ઘરના મોભી આઘાતમાં બેભાન થતાં હોસ્પિટલ ખસેડાયા

વિશાલ સાગઠિયા

પાલિતાણાના ઘેટી ગામમાં રહેતા બાબરિયા પરિવાર સાથે નરેશ કનોડિયાને અનોખો નાતો હતો. પારિવારિક નાતો હોવાથી એકબીજાના પરિવારો હળતા-મળતા હતા. આ પરિવારે નરેશ કનોડિયા સાથેની મુલાકાતની તસવીરોનો આલ્બમ પણ બનાવ્યો છે. પાલિતાણાના ઘેટી ગામના ખીમરાજ બાબરિયા સાથે નરેશ કનોડિયાને પારિવારિક નાતો હતો. આજે નરેશ કનોડિયાના નિધનના સમાચાર સાંભળી આ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને રડી રહ્યો છે, પરંતુ ખીમરાજભાઈને વધારેપડતો આઘાત લાગતાં તેઓ બેભાન થઈ જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાના નીધનથી પ્રસંશોકોમાં શોકની લહેર છે.

ત્યારે પાલીતાણાના ઘેટી ગામે નરેશ કનોડિયા સાથે પારિવારીક સંબંધ ધરાવતા બાબરિયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બાબરિયા પરિવારના એક સભ્યને આઘાત લાગતા હોસ્પિટલ ખસેડાયા છે. ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાને લીધે દુઃખદ નિધન થયું છે આખું ગુજરાત શોકમાં છે ત્યારે પાલીતાણા તાલુકાના ઘેટી ગામના બાબરિયા પરિવાર જેમને નરેશ કનોડિયા સાથે પારિવારિક નાતો હતો તેવા ખીમરાજ બાબરિયાના પરિવારને નરેશ કનોડિયાના નિધનના સમાચાર મળતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને ખીમરાજ બાબરીયાના માતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

ખીમરાજ બાબરીયાના ઘરે નરેશ કનોડિયા સ્પેશ્યલ જમવા માટે આવતા તેમજ ભાવનગર જિલ્લામાં નરેશભાઈ હોઈ એટલે ખીમરાજભાઈના ઘરે અવશ્ય પધારે ત્યારે આવા પારિવારિક સંબંધો હતા જેને લઈને બાબરીયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ખીમરાજ બાબરિયા જોડે નરેશ કનોડિયાને અંગત સબંધ હતા નરેશ કનોડિયા ખીમરાજભાઈ ને હુલામણા નામથી બોલાવતા ત્યારે હવે ખીમરાજભાઈ પાસે આ બધું તસવીરો માં અને યાદોમાં જ રહ્યું છે અને બાબરિયા પરિવાર શોકમાં સરી પડ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here