પાલીતાણા ભૈરવપરા ચોક પાસે HDFC બેન્કના ATM ના સિકયુરીટી ગાર્ડ સાથે ૧૨ બોરના હથીયાર તથા ત્રણ કાર્ટીસ ઝડપાયા

દેવરાજ બુધેલીયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાલીતાણામા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભૈરવપરા ચોક પાસે આવેલ એચ.ડી.એફ.સી બેન્કના એ.ટી.એમ મા હથીયારી સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો ઇસમ પોતાના આર્થીક લાભ સારૂ હથીયાર પરવાના શરતનો ભંગ કરી ફરજ બજાવે છે જે હકિકત આધારે ઉપરોકત જગ્યાએ તપાસ કરતા હરીશચન્દ્ર રઘુનાથ બાથમ ઉવ.૪૯ રહે.હાલ ભૈરવપરા ચોક એચ.ડી.એફ.સી બેંકના એ.ટી.એમ ના ગાર્ડ રૂમમા પાલીતાણા જી.ભાવનગર મુળગામ સોના જાનકીપુર તા.કાયમગંજ જી.ફરૂખાબાદ(યુ.પી) વાળા પાસેથી ૧૨ બોરની સીંગલ બેરલની ગન તથા ત્રણ કાર્ટીસ મળી આવતા મજકુર પાસે રહેલ.

હથીયાર પરવાના જોતા એટા કઇેકટર (ઉતરપ્રદેશ) દ્વારા ઇશ્યુ કરવામા આવેલ જે પરવાનો સ્વરક્ષણ માટે આપેલ હોય જેથી મજકુર ઇસમે હથીયાર પરવાનાનો શરત ભંગ કરી પોતાના આર્થીક લાભ સારૂ સિકયુરીટી ગાર્ડ તરીકે એમ.એમ.એફ સિકયુરીટીમા ગાર્ડ તરીકે ફરજ બજાવી હથીયાર ૧૨ બોરની સીંગલ બેરલની ગન કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ત્રણ કાર્ટીસ કિ.રૂ.૩૦૦/- તથા હથીયાર પરવાનો તથા આધારકાર્ડની નકલ કિ.રૂ.૦૦/૦૦/- ગણી મજકુર ઇસમના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આર્મસ એકટ મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ગુન્હો રજી કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here