સિહોરના પીપરલા આશ્રમ ખાતે ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા મંદબુદ્ધિ લોકોને ભોજન કરાવ્યું

વિશાલ સાગઠિયા
સિહોરના પીપરલા આશ્રમ ખાતે ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા મંદબુદ્ધિ લોકોને ભોજન કરાવ્યું છે માનવ સેવા એજ પ્રભુ સેવા મંદબુદ્ધિ માણસોની સંસ્થામાં આજરોજ ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા રાત્રીનું ભોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદબુદ્ધિ સંસ્થાના ટ્રસ્ટીઓ,ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના કિરીટભાઈ સાગઠિયા,વિશાલ સાગઠિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને સંસ્થાના મંદબુદ્ધિ માણસોને ભોજન કરાવ્યું હતું અને માનવ સેવાનું કામ કરવામાં આવ્યું હતું જેમાં હાલ આ સંસ્થામાં ૧૫ જેટલા મંદબુદ્ધિના માણસો સંસ્થામાં રહે છે આ સંસ્થા લોકડાઉન પહેલા જ શરૂ કરવામાં આવી છે ત્યારે ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું માનવ સેવા એજ પુભુ સેવા મંદબુદ્ધિ માણસોની સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ભીમ બ્રિગેડ યુવા ગ્રુપનો આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here