પાલીતાણા ડિવિઝન નો દ્વિ વાર્ષિક ઇનસ્પકેશન યોજાયું : બેસ્ટ કામગીરી માટે સિહોર પોલીસ વિભાગના વિવિધ જવાનોને કરાયા સન્માનિત

હરેશ પવાર
પાલીતાણા ડિવિઝન ખાતે દ્વિ વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેકશન દરમિયાન પાલીતાણા ડિવિઝનના પોલીસ મથોકોના વિવિધ વિભાગના પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાલીતાણા ડિવિઝન ના દ્વિ વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન ભાવનગર ના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર તથા પાલીતાણા ના નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ના હસ્તે

પાલીતાણા ડિવિઝન ના શિહોર તથા સોનગઢ પો.સ્ટે ખાતે ફરજ બજાવતા પો.કોન્સ અજયસિંહ એ.ગોહિલને બેસ્ટ ડિટેક્શન બાબતે તથા વુ.પો.કોન્સ રંજનબેન ને બેસ્ટ ઓફીસ પહેરા ની કામગીરી

,તથા શિહોર હોમગાર્ડઝ ઇન્ચાર્જ આર.વી.ડોડીયા ને તથા ટી.આર.બી જવાન જીજ્ઞેશભાઈ વાઢેર, તથા જી.આર.ડી જવાન અનિલભાઈ રાઠોડ ને કોરોના સમય માં પોલીસની મદદમાં ઉમદા કામગીરી બદલ તથા

સોનગઢ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વિક્રમસિંહ ગોહિલ,તથા ભાવેશભાઈ ડાભી ને મિયાવાકી ફોરેસ્ટ માં તથા કોરોના સમય માં સારી કામગીરી બદલ સન્માનપત્ર તથા શ્રીમદ ભગવત ગીતાજી આપી સન્માન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here