એએસયુઆઈ અને યુવક કોંગ્રેસના અર્ષમાન બ્લોચ અને ટિમ દ્વારા સફળ આયોજન
દેવરાજ બુધેલીયા
ગુજરાત માં લેવાયેલી બિન સચિવાલય વર્ગ ૩ ની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે સમગ્ર ગુજરાત માં યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈ દ્વારા કોલેજ માં શિક્ષણકાર્ય બંધ રખાવવા માટે નું એલાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે પાલીતાણા શહેરની તમામ કોલેજો માં કાર્યકરો પહોંચી ને શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હતું. પાલીતાણા એન એસ યુ આઈ ની ટીમ દ્વારા શહેર ની તમામ કોલેજો માં પહોચી ને કોલેજ સંચાલકો ને જાણ કરી શિક્ષણીક કાર્ય ને બંધ કરાવ્યું હતું અને આ કાર્યક્રમ માં એન એસ યુ આઈ ના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં માં જોડાયા હતા તેવું પાલીતાણા એન એસ યુ આઈ ના પ્રમુખ અર્ષમાનખાન બલોચ અને ટિમ મોટી સંખ્યામાં જોડાયા હતા.