જેટકો દ્વારા વીજ કનેશન કાપતા પાવર પ્લાન્ટ અંધકારમાં – અનેક કર્મચારીઓના પેટ ઉપર લાગ્યું પાટુ


મિલન કુવાડિયા
સિહોરના પાંચતલાવડા ગામમાં આવેલ બાયોગેસ પાવર પ્લાન્ટ ને લઈને અગાઉ પણ અનેક વિવાદો સામે આવી ગયા છે. આ પાવર પ્લાન્ટ દ્વારા ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા નિયમોનું પાલન ન કરતા નોટિસ પણ આપવામાં આવી હતી. હાલમાં પાવર પ્લાન્ટમાં જેટકો દ્વારા પાવર કટ કરી દેતા અંધકાર છવાઈ ગયો છે. જેના લીધે અહીં કામ કરતા કામદારો ની હાલત પણ ફાકડી બની ગઈ છે. દિવાળીના ટાણે જ કામદારો ને છુટા કરી દેતા તમામ કામદારો ના પરિવાર ઉપર આફત આવી પડી હતી. આ પ્લાન્ટમાં ચાલી રહેલી ગેરરીતી ને લઈને ગામના સરપંચ દ્વારા પણ અનેક વખત ગાંધીનગર સુધી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાયોગેસ પ્લાન્ટમાં ગંદુ પ્લાસ્ટિ સળગાવી ને આસપાસમાં પ્રદુષણ ફેલાવતા હોવાની વાતને લઈને પ્લાન્ટ વિવાદમાં ઘેરાયેલો હતો. હાલ પ્લાન્ટમાં કામ કરતા કામદારો ને છુટા કરી દેવામાં આવ્યા છે તેમના પરિવાર ના ગુજરાનનું શુ તે પણ એક મોટો પ્રશ્ન છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here