જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાને વિશિષ્ટ આંગી કરવામાં આવી

દેવરાજ બુધેલિયા
જૈનોનો પવિત્ર તહેવાર પર્વાધિરાજ પર્યુષણ પર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે. ત્યારે આજે પર્યુષણ પર્વના પાંચમાં દિને સિહોર સહિત ભાવનગરના શહેરના વિવિધ ઉપાશ્રયોમાં સાધુ ભગવંતો દ્વારા મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરવામાં આવ્યું હતું.જૈન ધર્મ સ્થાનકોમાં 24 માં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને જ્યારે મહાવીર સ્વામી તેમના ગર્ભમાં હતા ત્યારે 14 મહાસ્વપ્ન આવ્યા હતા. અને ત્યારબાદ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો હતો. ત્યારે આજે પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવે છે અને જન્મ વાંચન કરવામાં આવે છે આજરોજ પર્યુષણ મહાપર્વના પાંચમા દિને દરેક ઉપાશ્રયોમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવ્યું હતું.

ભગવાનશ્રી મહાવીરના ઘોડિયા પારણાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાને વિશિષ્ટ આંગી કરવામાં આવી હતી. જૈનોના ગ્રંથ કલ્પસુત્રમાં અનેક મહાપુરૂષોના ચરિત્રોની વાત કરવામાં આવે છે. અને સાથોસાથ 24માં તીર્થંકરો ના જન્મ વિશે પણ માહિતી આ કલ્પસૂત્ર માં હોય છે.જિનશાસનમાં પરમ શ્રઘ્ધેય ગ્રંથનું નામ હોય તો તે કલ્પસૂત્ર ગ્રંથ છે. કલ્પવૃક્ષની નીચે બેસીને જે સંકલ્પ કરીએ તે પૂર્ણ થાય છે તેમ કલ્પસૂત્ર સાંભળતા – સાંભળતા સર્વ સંકલ્પ પૂર્ણ થતાં હોય છે. આ પ્રસંગે જેને સમાજના શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here