ક્રૂડના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલમાં લોકોને ડામ દેવાનુ ચાલુ, પેટ્રોલ લિટરએ રૂપિયા ૭૦ ને પાર

દેવરાજ બુધેલીયા
કોરોના લોકડાઉનના પગલે એક તરફ લોકો બેરોજગારી અને મંદીનો ભોગ બન્યા છે ત્યારે લોકોના દાઝ્યા પર પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારાનો ડામ દેવાનું જારી રખાયું છે. આજે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતા પેટ્રોલ પ્રતિ લીટર રૂપિયા ૭૦ ને ક્રોસ કરી ગયું છે. માત્ર ૬ દિવસમાં પેટ્રોલ અને ડીઝલ બંનેમાં રૂપિયા ત્રણ કરતાં વધુ વધારો કરવામાં આવ્યો છે. જે લોકો માટે અસહ્ય અને પીડા વધારનાર છે.

પરંતુ કોંગ્રેસનો અવાજ દબાઈ ગયો છે તો ભાજપને આ ભાવ વધારો જાણે કોઈ સમસ્યા જ નથી તેમ મૌન સેવાય છે. આ સ્થિતિમાં ઇંધણમાં ભાવવધારાનો સિલસિલો જારી રખાશે તેમ મનાય છે તો બીજી તરફ લોકોને હજુ ધંધા-રોજગાર થી કે સરકારના પેકેજથી ખાસ રાહત મળી ન હોય લોકોની હાલત વધુ કફોડી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here