કોરોના મહામારી લાગુ પડતા બે મહિના પહેલા વીડિયો મારફતે રાજ્ય સરકાર પાસે કરી હતી માંગણી, બે મહિના પછી વિધાર્થીઓનો અંત આવ્યો, વિધાર્થી પરેશ ચાવડાની શંખનાદ સાથે સીધી વાત

મિલન કુવાડિયા
કોરોનાના સંકટથી વિશ્વમાં મહામારી સર્જાઈ છે, તેવામાં ફિલિપાઈન્સમાં સિહોર નજીકના કરદેજ ગામના ૨ વિધાર્થીઓ સહિત ૨૨ વિદ્યાર્થીઓ ફસાયા હતા ગુજરાત પરત ફરવા આ તમામ વિદ્યાર્થીઓ બે મહિના અગાઉ ભારત સરકાર સામે મદદની ગુહાર લગાવી હતી અને વિદ્યાર્થીઓએ બે મહિના પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે અને ફિલિપાઈન્સની વર્તમાન પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું જોકે બે મહિના પછી વિધાર્થીઓનો આરો આવ્યો છે કોરોના વૈશ્વિક મહામારી દુનિયાના મોટાભાગના દેશોમાં લાગુ પડી જતા અનેક ભારતીય વિધાર્થીઓ વિદેશમાં ફસાઈ ગયા હતા.

વિદેશમાં અઘ્ધર જીવે રહેલા વિધાર્થીઓએ પોતાના વતન આવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. ત્યારે સિહોરના કરદેજ ગામના પરેશ ચાવડા અને પાર્થ ચાવડા સાથે બોટાદના પણ બે વિધાર્થીઓ સાથે મળીને ગુજરાતમાં ૨૨ વિધાર્થીઓ ફિલિપાઈન્સ માં ફસાયા હતા. અભ્યાસ માટે ગયેલા ૨૨ વિધાર્થીઓ એ લોકડાઉન લાગુ પડતા જ તેમને રાજ્ય સરકારને વીડિયો મેસેજ મોકલીને પોતાના વતન આવા માટેની માંગણી કરી હતી. ત્યારે આજે સ્વખર્ચે ફિલિપાઈન્સથી ૨૨ વિધાર્થીઓ મુંબઈ આવવા માટે ફલાઇટમાં નીકળી પડ્યા છે.

તેઓને મુંબઈ એરપોર્ટ થી સીધા નવસારી લઈ જવામાં આવશે. નવસારીમાં તમામ વિધાર્થીઓને ૧૫ દિવસ સુધી ક્વોરટાઇન કરવામાં આવશે. આવતીકાલે વિધાર્થીઓ ગુજરાતની ધરતી ઉપર પગ મુકશે તેમ પરેશ ચાવડાએ શંખનાદ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here