ફોન હેકિંગ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે : અત્યંત ચિંતાજનક : શક્તિસિંહ

સરકારે કઈ કર્યું જ નથી તો ચર્ચાથી કેમ ભાગે છે, JCP ની રચના કરી સમગ્ર મામલે તપાસ કરવામાં આવે, સરકાર સામે ગોહિલનાં ગંભીર આક્ષેપો

મિલન કુવાડિયા
પેગાસસ ફોન હેકિંગનો મામલો હવે સંયુકત રાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. આ બાબતે ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સાંસદ શક્તિસિંહ ગોહિલે દેશભરના પત્રકારો, માનવઅધિકાર રક્ષકો, રાજનેતાઓની જાસૂસી કરવા માટે પેગાસસ સોફ્ટવેરના ઉપયોગને અત્યંત ચિંતાજનક વાત જણાવી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે આ પ્રકારની તકનીકો પર તાત્કાલિક ધોરણે લગામ મુકવામાં આવે, જેનાથી માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય શક્તિસિંહે જણાવ્યું કે વિશ્વ ફલક પર એક તપાસ દ્વારા જાણવા મળ્યું છે.

ઈઝરાયલ સ્થિત એનએસઓ ગ્રુપના સોફ્ટવેરનો ઉપયોગ દેશભરના પત્રકારો, માનવ અધિકાર કાર્યકર્તાઓ અને રાજકીય નેતાઓની જાસૂસી કરવા માટે કરવામાં આવી રહ્યો છે જાસૂસી માટે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ અત્યંત ચિંતાજનક બાબત છે. સરકારે આ પ્રકારની ટેકનોલોજી પર તાત્કાલિક લગામ મુકવી જોઈએ, જેનાથી માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય.પેગાસસના ફોન હેકિંગ વિવાદને કારણે દેશમાં હોબાળો મચી ગયો છે. સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા આવેલા આ રિપોર્ટને કારણે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે આ બાબતે જેપીસીની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here