સોનગઢ પોલીસ મથકમાં નોંધાઇ પોલીસ ફરિયાદ, પીપરડી ગામની ઘટના, પીપરડીના શખ્સનું કારસ્તાન, પોલીસ ફરિયાદમાં પોસ્કોનો ઉમેરો, સગીરનો પરિવાર મૂળ પંચમહાલનો છે

હરેશ પવાર
સિહોરના પીપરડી ગામે ખેત મજુર પરિવારના પિતાએ પોતાની સગીરવયની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ સોનગઢ પોલીસમાં નોંધાવતા ભારે ચકચાર મચી છે મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને સિહોરના પીપરડી ગામે ખેત મજુર તરીકે વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા પરિવારની ૧૫ વર્ષની દીકરીનું અપહરણ કરીને પીપરડી ગામનો જ શખ્સ નાસી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સિહોરના પીપરડી વાડી વિસ્તારની એક સગીરાને પીપરડીના એક યુવાને સગીરાનું અપહરણ કરી ગયા હોવાનું સગીરાના પિતા દ્વારા સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સગીરાને લલચાવી ફોસલાવીને પીપરડીના યુવાને અપહરણ કરી જઈને ફરાર થઈ ગયેલ છે. આ ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદમાં પોસ્કોનો ઉમેરો કરવામાં આવ્યો છે બનાવની તપાસ પાલીતાણા ડીવાયએસપી દવારા કરવામાં આવી રહી છે. આરોપી ને ઝડપી લેવા માટે થઈને જિલ્લાભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે બનાવના પગલે સોનગઢ પંથકમાં ભારે ચકચાર જાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here