સિહોર સહિત ઉમરાળા વલ્લભીપુર પોલીસ મથકની મુલાકાત લઈ પ્રત્યેક કર્મચારીઓના ખબર અંતર પૂછી પરિવારોની તબિયતના હાલચાલ પૂછ્યા


મિલન કુવાડિયા
હાલમાં પોલીસની સાથે વિવિધ સરકારી ઓફિસ, બેન્ક સ્ટાફ, ડૉકટર્સ અને નર્સીંગ સ્ટાફ, મીડિયા સહિતના કોરોના સામેની લડાઈમાં દેશના લોકોને બચાવવા માટે પોતાની ચિંતા કર્યા વગર છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યા છે આપણે ત્યાં કોઈ માણસ ખરાબ કરે તો તેની તરત નોંધ લેવાય છે પણ સારૂ કરે તો આપણે તેની ભાગ્યે જ નોંધ લઈએ છીએ ખાસ કરીને પોલીસને કોઈ હાલચાલ પૂછનાર હોઈ તો અધિકારી કર્મીચારીઓનો થાક ઉતરી જાય છે.

ભાવનગર જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરે સિહોર સહિત ઉમરાળા વલ્લભીપુર પોલીસ મથકોની રૂબરૂ મુલાકાત લઈ પોલીસ મથકના અધિકારી અને પ્રત્યેક કર્મચારીના રૂબરૂ ખબર અંતર પૂછી દરેકે પોતાના પરિવારોનું ધ્યાન રાખી સાવચેતી રાખવા ધ્યાન દોરાયું છે જિલ્લા પોલીસવડા પોતે રૂબરૂ સિહોર સાથે વલ્લભીપુર અને ઉમરાળા પોલીસ મથકની મુલાકાત લઈ પ્રત્યેક અધિકારી કર્મચારીઓ અને એમના પરિવારના ખબર અંતર પૂછી પોલીસ મથકમાં સાવચેતી રાખવા સૂચનાઓ આપી હતી.

જિલ્લા પોલીસવડાએ પોતાના અન્ય કર્મચારીઓની ચિંતા કરી હાલચાલ પૂછી એક પોલીસ અધિકારી તરીકે જ નહીં માણસ તરીકે પણ ઉત્તમ કામ છે હાલની પરિસ્થિતિમાં જે રીતે તબીબો પેરામેડિકલ સ્ટાફ સાથે પોલીસકર્મીઓ નાગરિકોની સેવામાં જીવનાં જોખમે પણ અવિરત ઊભા છે આપણી આજુબાજુ સામાન્ય નાના માણસો કે સરકારી કર્મચારીઓનું આજ રીતે ધ્યાન રાખશું અને સારૂ કરનારના સન્માનમાં આવો જ ઉત્સાહ રાખીશુ તો સારા માણસોની આ પૃથ્વી ઉપર કોઈ દિવસ કમી સર્જાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here