સિહોરના યુવકના પાંચ દિવસ પહેલા લગ્ન થયા અને આજે વરતેજ નજીક કાળે આતર્યો : પતિનું મોત પત્ની ગંભીર

પાંચ દિવસ પહેલા લગ્ન થયા આજે સિહોરથી પત્નીને પિયર મૂકવા જતા વરતેજ નજીક બની કરૂણાતીકા, કોડ ભરી કન્યાનું નવજીવન કરમાયું, પત્નીની પણ હાલત ગંભીર

 

સલિમભાઈ બરફવાળા
સિહોરના રેલવે સ્ટેશન રોડ પર રહેતા એક યુવકના પાંચ દિવસ પહેલા લગ્ન થયા હતા આજે એમનું ટ્રક હડફેટ મોત થયું છે જ્યારે પત્નીની હાલત પણ ગંભીર હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે સમગ્ર જિલ્લામાં પુરપાટ ઝડપે દોડતા કાળમુખા હેવી વાહનો ની અડફેટે આવી જતા મોતની ઘટનામાં શહેરમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે આવી વધુ એક ઘટના જેમાં એક કાળમુખા ટ્રકે એક્ટિવા પર સવાર એક સિહોરનું નવયુગલ ને અડફેટે લઈ તેને ખંડિત કરી દેતા ચકચાર મચી છે.

જેમાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે પત્ની ને ગંભીર હાલતમાં સારવાર માં ખસેડવામાં આવી છે. વરતેજ વિસ્તારમાં આજે એક કાળમુખા ટ્રક અડફેટે નવદંપતિ ખંડિત થવાની ઘટના બનવા પામી છે. જેમાં વરતેજ ના એક પેટ્રોલ પંપ નજીક ટ્રક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાતા પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.સિહોર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા આશિષભાઈ બહાદુરભાઈ માવડીયા ઉ.૨૯ અને તેમના પત્ની જ્યશ્રીબેન આશિષભાઈ માવડીયા એકટીવા પર સિહોરથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રકના વ્હીલ હેઠળ એકટીવા અને આશિષભાઈ આવી જતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું જયારે તેમના પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવની કરૂણતા જેમાં આશિષભાઈ અને જયશ્રીબેનના લગ્ન આજથી માત્ર પાંચ દિવસ પૂર્વે જ થયા હતા.

આશિષભાઈ તેમના પત્ની જયશ્રીબેનને તેમના પિયર ભાવનગરના હાદાનગરમાં ધરાવે છે સિહોરથી ભાવનગર મુકવા આવતા એ સમયે વરતેજ પેટ્રોલપંપ અકસ્માતની ઘટના બનવા પામી હતી. પાંચ દિવસ પહેલા મેરેજ એટલે ફુલહાર કરેલ છે કરેલા આ દંપતી ખંડિતની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ત્યારે હવે શહેરમાં ફરતા આવા કાળમુખા હેવી વાહનો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here