પ્રવણ મુખરજી ખરાબ તબિયતના કારણે ઘણાં દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા, દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

પ્રણવ મુખરજીને 2019માં દેશના સૌથી મોટા સન્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા હતા.

મિલન કુવાડિયા
સોમવારે સાંજે ૮૪ વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પ્રણવ મુખરજીના દીકરા અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી. પ્રણવ મુખરજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો છે. મોદીએ લખ્યું છે- ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના નિધન પર ભારત શોક વ્યક્ત કરે છે.

તેમણે આપણા દેશના વિકાસ માટે એક અમિટ છાપ છોડી છે. તેઓ ખૂબ સ્કોલપ હતા. સમાજના દરેક વર્ગે તેમને પસંદ કર્યા છે. હું 2014માં દિલ્હી પહોંચ્યો. પહેલાં જ દિવસથી મને પ્રણવ મુખરજીએ માર્ગદર્શન આપ્યું છે. હંમેશા તેમનું સમર્થન અને આશિર્વાદ મળ્યા છે. હુ હંમેશા તેમની સામે મારી વાત રજૂ કરતો હતો. તેમના પરિવાર, મિત્રો, પ્રશંસકો અને સમગ્ર ભારતમાં તેમના સમર્થકો પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરુ છું. ઓમ શાંતિ. પ્રણવ મુખરજીનો જન્મ 11 ડિસેમ્બર 1935માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમનો પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના કિરનાહર શહેરની નજીક મિરાતી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો.

તેમણે ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી. 26 જાન્યુઆરી 2019ના રોજ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે 25 જુલાઈ 2012ના રોજ ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.ગયા વર્ષે મળ્યો હતો ભારત રત્ન પ્રણવને ગયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિકરી શર્મિષ્ઠાએ ટ્વિટર પર લખ્યું હતું કે, ગયા વર્ષે 8 ઓગસ્ટ મારા માટે ખૂબ ખુશીનો દિવસ હતો. કારણ કે તે દિવસે મારા પિતાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here