આ વેબીનારમાં ભાવનગર સહિત રાજ્યના તમામ જિલ્લાના પત્રકારશ્રીઓ, પત્રકારત્વના વિદ્યાર્થીઓ તથા માહિતી ખાતાના અધિકારીઓ- કર્મચારીઓ જોડાયા


મિલન કુવાડિયા
‘પ્રેસ ડે’ના ઉપક્રમે જિલ્લા માહિતી કચેરી, ભાવનગર અને પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘કોવિડ કાળમાં મીડિયાની ભૂમિકા અને મીડિયા પર તેની અસરો’ પર તજજ્ઞ વક્તાઓ દ્વારા રસપ્રદ વાર્તાલાપ આ વેબિનારમાં કરવામાં આવ્યો હતો. વર્ષઃ ૧૯૬૬માં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. તેની સ્થાપનાના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ ‘પ્રેસ ડે’ નું આયોજન દેશભરમાં કરવામાં આવે છે. પ્રતિવર્ષ સેમિનારનું આયોજન કોઈ હોલ કે જાહેર જગ્યા પર પત્રકાર કે પત્રકારત્વના વિદ્યાર્થીઓને એક જગ્યા પર એકત્ર કરીને કરવામાં આવે છે.

પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાય તથા એકસાથે વધુ લોકોને સાંકળી શકાય તેવા ઉદ્દેશથી ટેક્નોલોજીના સમન્વયથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક કક્ષાના આ વેબિનારમાં પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના નિયંત્રણ હેઠળના મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, પાટણ સહિતના જિલ્લાના પત્રકારશ્રીઓ, પત્રકારત્વના વિદ્યાર્થીઓ તથા માહિતી ખાતાના અધિકારીઓ- કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં જોડાયેલા દરેક અધિકારીઓએ પોત-પોતાના વિચારો મંતવ્યો રજૂ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here