મહામારીમાં ખાનગી આરોગ્ય સંસ્થાઓએ ઉઘાડી લૂંટ શરૃ કરી, દર્દીની મજબુરીનો લાભ લઇને આરોગ્યની દરેક બાબતોમાં ભાવ પણ બેગણાં


બ્રિજેશ ગૌસ્વામી
ડુબતો તણખલું પકડે એમ હાલની આ કોરોનાની મહામારીની સ્થિતિમાં આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે દર્દી અને તેના સગા આમથી તેમ દોડધામ કરતા નજરે પડતા હોય છે.ત્યારે દર્દીની મજબુરીનો લાભ લેવામાં સિહોરની ખાનગી આરોગ્ય સંસ્થાઓ પણ પાછળ નથી. હોસ્પિટલ અને ઉભા થયેલા કોવિડ સેન્ટરો ખાનગી સંસ્થાઓમાં સરકારી ધારા ધોરણો પ્રમાણે ચાર્જ વસુલવામાં આવતો નથી સેવા મળી રહેતી હોવાને કારણે દર્દીના સગા પણ આ બાબતે વિરોધ કે રજુઆત કરતા નથી ત્યારે શારીરિક રીતે પિડાતા દર્દીઓ આર્થિક રીતે પણ લૂંટાઇ રહ્યા છે તેવી સ્થિતિમાં તંત્રએ આ બાબતે અંકુશ લગાવવા જોઇએ

કોરોનાની મહામારીમાં સમગ્ર વહિવટી તંત્ર કોરોનાલક્ષી કામગીરીમાં વ્યસ્ત છે કોરોનાકાળમાં સામાન્ય દર્દી પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તે માટે સરકારે બેડના ચાર્જ નિયત કર્યા છે પરંતુ સિહોરમાં હોસ્પિટલો ક્લિનિકો અને ખાનગી સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલ સેન્ટરો પર તેનું પાલન થતું નથી મનફાવે તેમ દર્દીના સગા પાસેથી ઉઘરાણાં કરે છે. દર્દીની મજબુરીનો લાભ ઉઠાવીને તોડીને ભાવ લે છે. દર્દી એક બાજુ આ જીવલેણ અને અતિચેપી બિમારી સામે ઝઝુમી રહ્યો હોય છે ત્યારે લોકોની સ્થિતિ અતિ કપરી છે માનવતા રાખીને દરેકે કામ કરવું જોઈએ તે હિતાવહમાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here