હોમ કોરોન્ટાઈનનું પાલન નહીં થતા કેસ વધવાની શક્યતા, અમદાવાદ, સુરત, મુંબઈ સહિતના સ્થળેથી ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકો નિયમનું પાલન કરશે તો કેસ અટકી શકે

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લામાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે ત્યારે બહારગામથી આવતા લોકોએ હોમ કોરોન્ટાઈનનું પાલન કરવું જરૂરી બની રહે છે. નિયમનું પાલન થતું નથી તેથી કેસ વધવાની શક્યતા છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું હોય ત્યારે લોકલ ટ્રાન્સમીશનથી સંક્રમણનું પ્રમાણ ન વધે તે માટે હાલ આવતા બહારગામથી વિવિધ શહેરોમાંથી આવનાર ખાસ કરીને કોરોનાનું સંક્રમણ વધુ હોય તેવા અમદાવાદ, સુરત, મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાંથી આવનાર લોકોનો મોટો પ્રવાહ હોય ત્યારે લોકો સ્વયંભુ હોમ કોરોન્ટાઈન થાય તેવી અપીલ છે.

તેમજ બહારગામથી આવનાર જે તે સોસાયટીઓ, શેરીઓ મહોલ્લામાં સ્થાનિક લોકો સ્વયંભુ આવનાર લોકોને સહકાર આપે અને તે આવનાર લોકો હોમ કોરોન્ટાઈન રહે તેની જાગૃતિ કેળવે અને ઘર્ષણમાં ઉતરવા કરતા ભાઈચારો અને સ્વયંભુ સમજણથી આ પરિસ્થિતીમાં આગળ વધે તેની સંપુર્ણ તકેદારી રાખવી એ જરૂરી છે.  કારણ કે જો જિલ્લા આ મહામારીથી કેસો આવતા બેકાબુ થશે તો સૌ માટે આ ખતરારૂપ બનશે તો આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ તમામ બહારગામથી આવતા લોકો નિયમો અને ફરજો સૌ કોઈ નિભાવે તેવી અપીલ છે. આપણે સૌ સમજણ સાથે કોરોના મહામારીથી બચાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here