સિહોરના રાજપરા ગામે ઘરની અગાસી પર રખાયેલા નીરણના જથ્થામાં આગ, મોટી દુર્ઘટના ટળી

હજારો રૂપિયાની નિરણ બળીને ખાખ, સિહોરના બે ફાયરો ઘટના સ્થળે દોડી ગયા, પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લીધી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકાના રાજપરા ગામે આજે એક મકાન પર રહેલી નિરણના જથ્થામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. માલઢોર માટે મોટી માત્રામાં કડબ સંગ્રહ કરી મૂકી હોય ત્યારે આજે કોઈ કારણોસર આ કડબના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા પરિવારમાં દોડધામ મચી હતી ફાયર ને જાણ કરી હતી અને ફાયર વિભાગ પોહચી આગ પર પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે ત્યાં સુધીમાં ઘણી માત્રામાં કડબ બળી ને ખાખ થઈ ગઈ હતી.આ આગ લાગવાનું કારણ હજુ બહાર નથી આવ્યુ નથી.

સિહોરના રાજપરા ગામે રહેતા તીખાભાઈ ડાંગરના રહેણાંકી મકાનના ધાબા પર રાખેલા નીરણના જથ્થામાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા જેની જાણ સિહોર ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઈ બે ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. આગમાં નીરણનો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાક બનતા અંદાજે પિયા એકાદ લાખનું નુકશાન થયાનું જાણવા મળ્યુ હતું. આગ લાગવાનું કારણ જાણવા મળ્યુ ન હતું. આગના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here