મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ – તૈયારી : અનેરો સંયોગ : આ વખતે ૨૧મો હરણી રોઝો અને અંતિમ શુક્રવાર એક સાથે : ગત વર્ષ કરતા રોઝાનો સમય ઘટયો : ત્રીજી મે – મંગળવારના ‘ઇદ’ થવાનો પૂર્ણ વર્તારો


બ્રિજેશ ગોસ્વામી
આવતીકાલે પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થનાર છે આજે શનિવારના સાંજે જ ચંદ્રદર્શન થઇ જતા આવતીકાલે રોઝા શરૂ થશે રમજાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચેથી પસાર થઇ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લીમ સ્ત્રી-પુરૂષોને ખુદા તરફથી ‘રોઝા’ રાખવા ફરજીયાત છે. આ રોઝાએ એક ‘ઉપવાસ’ જ છે. જેમાં પરોઢીયેથી લઇ છેક સુરજ આથમે ત્યાં સુધી મુસ્લીમ ભાઇ- બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે.

એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહીં રાત્રે પણ વધારાની ‘સળંગ’ તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લીમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છે એ જોતા રમઝાન માસ શરૂ થતા જ મુસ્લીમ સમાજમાં આધ્યાત્મીકતા છવાઇ જાય છે.બીજી તરફ છેલ્લા ૧પ દિ’થી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

હવે થોડા દી’ માં જ ઉનાળો  બરાબર શરૂ થઇ જાય તેવી વકી છે એ સાથે જ રમઝાન માસ પણ શરૂ થશે આથી ઉનાળો બરાબર તપી જશે જેથી આ વખતે રમઝાનના પ્રારંભ સાથે જ એક સરખું છેવટ સુધી તાપમાન રહેવાની વકી છે.આધ્યાત્મીક ઉત્સવ સમા તપસ્યાનો અપાર મહિમા અર્થાત રમઝાન માસ આવતા જ મુસ્લીમ સમાજમાં હર્ષ વ્યાપી જાય છે. જેથી રોઝા માસને સત્કારવા ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.આ રમઝાન માસમાં દાન-પુણ્યના કામો પણ એટલા જ કરવામાં આવે છે.

જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત ‘સહેરી’ અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે ‘ઇફતારી’ યોજાશે.જેના માટે ફ્રુટ ફરસાણ ઠંડા-પીણા માટેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.રમઝાન માસ ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆન શરીફની વર્ષ ગાંઠ હોઇ અને રમઝાન માસમાં દાન-પુણ્યનું વળતર ૭૦ ગણું હોઇ કુઆર્ન પઠન વધી જશે. આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહિનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કાળઝાળ ગરમી વચ્ચે પણ મુસ્લીમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કામોમાં પ્રવૃત રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here