ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રંઘોળા ખાતે વાર્ષિક રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી

નિલેશ આહીર
રંઘોળા ખાતે ઓમકાર સ્કૂલમાં બે દિવસનું રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેલા દિવસના રોજ મુખ્ય મહેમાન શ્રી તનસુખભાઈ છાટબાર સાહેબ (જોઇન્ટ સેક્રેટરી- SGFI), ઇન્ટરનેશનલ ટેનિસ અને વૉલીબૉલ રેફરી શ્રી ધર્મવીરસિંહ જાડેજા સાહેબ અને યોગ વર્લ્ડ ઇન્ટરનેશનલ બ્રાન્ડએમ્બેસેડર રબરબેન્ડ ગર્લ ઓફ એશિયા, શ્રી જાનવી પ્રતિભા મહેતા ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે રોજ ઓમકાર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેશનલ હાઇજમ્પર શ્રી લક્ષ્મણ ચાવડા અને ઉમરાળાના T.P.E.O શ્રીમતી અર્ચનાબેન ધામેલિયા તથા ઓમકાર સ્કૂલના ભુતપૂર્વ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી દેવેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન રંઘોળા 108 એમ્બ્યુન્સની ટીમના ડો. વિશાલ પંડ્યા અને પાયલોટ રઘુવીરસિંહ ગોહિલ દ્વારા ખુબજ સારી પ્રસંશનીય સેવા બજાવી હતી તમામ રમત-ગમતની સ્પર્ધામાં બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આવેલ મહેમાનોના હસ્તે સ્પર્ધામાં રહેલા બાળકોને મેડલો અને પ્રમાણપત્રો દ્વારા સન્માનીત કર્યા હતા. શાળાના ટ્રસ્ટીશ્રીઓ એ આ સમગ્ર પ્રવૃતિને બિરદાવી હતી. આવેલ મહેમાનો દ્વારા આપવામાં આવેલ વકતવ્યોમાં બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિને ખીલવવી જોઈએ અને શક્તિ જાગૃત કરી સંસ્થા અને દેશનું નામ ઉજાગર કરવું જોઈએ તેવા વકતવ્યો આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here