રંઘોળા કન્યા શાળાની બાળાઓ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું
નિલેશ આહીર
રંધોળા પ્રાથમિક કન્યાશાળાની વિદ્યાર્થીનીઓમાં વ્યવહારિક જ્ઞાન અને આવડત નફો -ખોટ જાતે અનુભવ કરી શકે તે હેતુથી આનંદ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ખાણીપીણીના કુલ ૩૮ અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા .તેમાં એસએમસીના અધ્યક્ષ શ્રી કોતર કલ્પેશભાઈ રામભાઈ તથા આગેવાન શ્રી ઉકાભાઇ કોતર ,શશીભાઈ ભોજ ,મુકેશભાઈ ડાંગર તથા લોકભારતીના નિવૃત્ત અધ્યાપક શ્રી દેસુરભાઈ કુવાડીયા તથા એલ.ડી.પટેલ હાઈસ્કૂલના આચાર્યશ્રી હિરેનભાઈ કુવાડીયા તથા વાલીઓએ તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કર્યા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સમગ્ર સ્ટાફે કર્યું હતું.