૨૦ વર્ષીય યુવક ઢસા તરફ જતો હતો તે વેળાએ કાળ આંબી ગયો, મૃતકની લાશને પીએમ માટે સિહોર ખસેડવામાં આવી

નિલેશ આહીર
સિહોરથી પસાર થતા ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર રંઘોળા નજીક અકસ્માત ઈજાગ્રસ્ત એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું મૃતક યુવક ગઢડાના મોટા ઉમરડા ગામના વતની છે ઘરેથી મોટરસાયકલ લઈને કોઈ કામ અર્થે ઢસા જવા નીકળ્યા હતા.મોટા ઉમરડા ગામના ધ્રુવરાજસિહ સુખદેવસિંહ ગોહિલ ઉ.વ.20 ઘરેથી કોઈ કામ અર્થે મોટરસાયકલ લઈને ઢસા તરફ જતા રસ્તામાં રંઘોળા નજીક પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક જી જે ૭ વિવી ૬૧૩૭ સાથે બાઈક ધડાકાભેર અથડાતાં ધુવરાજસિંહ ગોહિલને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં રંઘોળા સ્થિત ૧૦૮ એમ્બ્યુલસ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ ઈજાગ્રસ્ત યુવાને રસ્તામાં દમ તોડ્યો હતો યુવકને ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here