સમગ્ર મામલો પ્રાંત અધિકારી પાસે પહોંચ્યો-કડક પગલાં લેવા માંગ

ઘરે બેસીને પગાર ખાતા આવા અધિકારીને કાયમિક માટે ઘરે જ બેસાડી દેવા જોઈએ

નિલેશ આહીર
દેશમાં કોરોના સામે લડવા માટે થઈને આરોગ્ય ક્ષેત્રના લોકો સતત લોકોની સુરક્ષા માટે ખડેપગે કામ કરી રહ્યા છે. સિહોરના રંઘોળા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૭ ગામડા અને ૧૪ સબ સેન્ટર આવેલા છે. આ તમામ સેન્ટરના મુખ્ય અધિકારી ડો. કાર્તિક રાઠોડ જે મેડિકલ ઓફિસર તરીકે અહીં નિયુક્ત છે. પણ આ મહાશયને તંત્રનો લેશમાત્ર ડર ના હોય કે પછી એમના માથે કોઈ મોટો હાથ હશે એમ બેફિકર બનીને ઘરે બેસીને સરકારનો પગાર જમતા નજરે ચડી ગયા છે. એક તરફ વિશ્વ અને દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે આ રંઘોળા ના મેડિકલ ઓફિસર ની ફરિયાદ ને લઈને સરપંચના પતિ શશીકાંતભાઈ ભોજ અને રોગી કલ્યાણ સમિતિ અધ્યક્ષ ભુપતભાઇ સાંગા દ્વારા આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત કરતા ડો.કાર્તિક રાઠોડ ગેરહાજર મળી આવ્યા હતાં.

આ પહેલી વારનું ના હતું આ આરોગ્ય કેન્દ્ર છતે મેડિકલ ઓફિસરે તેના વગરનું ચાલી રહ્યું હતું. અનેકવાર ડોકટર ગુલ્લી મારતા હોવાની ફરિયાદ સરપંચ ને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. હવે આ ડોકટર મહાશય ને ઘરે બેસીને જ પગાર જમવો હોય તો આવા ડોક્ટરની શી જરૂર છે ? આવી રોગની મહામારી માં કોઈને જરૂર પડે તબીબની તો સોનગઢ અથવા સિહોર સુધી આવવું પડે છે તો આરોગ્ય કેન્દ્રના તબીબ ને શોભાના ગાંઠિયા સમાન જ રાખવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતને લઈને ગ્રામજનો અને સરપંચ દવારા ઉચ્ચ અધિકારી સી.ડી.એચ. ઓ તાવીયાડ સાહેબ અને સિહોર ડે. કલેક્ટર રાજેશ ચૌહાણ ને લેખિત અને મૌખિક રજુઆત કરીને આ તબીબ સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી.

ખરેખર જોઈએ તો તબીબ એટલે લોકોની સેવા માટે આ ક્ષેત્રમાં જોડાતા હોઈ છે પરંતુ આપના દેશમાં તબીબ ક્ષેત્ર એટલે રૂપિયા છાપવાની ફેકટરી જ બનાવી દેવામાં આવી છે. આવા તબીબો સરકારનો પણ પગાર ખાઈ અને સમય પોતાની અંગત પ્રેક્ટિસ કરીને દવાખાનું જમાવામાં લાગી જતા હોય છે. આ અંગે આરોગ્ય તંત્રએ કડક નિયમો કરવા જોઈએ આવી કોઈ ફરિયાદ સામે આવે તો તેનું તબીબ માટેનું લાયસન્સ જ રદ કરી દેવું જોઈએ જેથી અન્ય કોઈ આવું ફરી વાર કરતા એક લાખ વિચાર કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here