ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી ઉજવણી કોંગ્રેસ પણ ભૂલી, સામાન્ય દિવસોમાં ગુજરાત યુવક બોર્ડ સ્ટેચ્યુ ખાતે પુષ્પાજલી કરીને ફોટો સેશન કરે છે પરંતુ આજે કેમ નહિ.?

મિલન કુવાડિયા
ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ.શ્રી ઇન્દિરા ગાંધીની ૧૦૩મી જન્મજયંતી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ૧૯૨મી જન્મજયંતિ છે જે સમગ્ર દેશના વિવિધ ભાગોમાં ઉજવણી થઈ છે પરંતુ સિહોરમાં બન્ને ઉજવણીમાં રાજકીય લોકો માત્ર મત લેવાના સમયે ઉપયોગ કરતા હોય છે તે સ્પષ્ટ થાય છે ચૂંટણી ટાણે ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો મત મેળવવા ખેંચમ તાણ કરતા અને રાજનીતિ કરતા જોવા મળે છે.

પરંતુ ઝાંસીની રાણી અને ઇન્દિરા ગાંધીની જન્મજ્યંતિ પર યાદ કરનારા લોકો આજે બન્નેની જન્મ જયંતિએ યાદ કરવાનું ચુકી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા સિહોરના રેસ્ટ હાઉસની બાજુમાં રાણીલક્ષ્મીબાઈનું સ્ટેચ્યુ આવેલુ છે પરંતુ પ્રતિમાની આસપાસ રાજકીય પક્ષોના અગ્રણીઓ કે કાર્યકરો અને વહીવટી તંત્ર પણ ન ડોકાતા રાણીઓની મહારાણી ભુલાઈ હોય તેવું આજના દ્રશ્યો પરથી નગરજનોએ અહેસાસ કર્યો હતો.

કોંગ્રેસ પણ આજે ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિએ ઉજવણી ભૂલી હતી જ્યારે સામાન્ય દિવસોમાં ગુજરાત યુવક બોર્ડ નામની સંસ્થા વિવિધ સ્ટેચ્યુને ફુલહાર કરીને પુષ્પાજલી કાર્યક્રમ કરતા હોય છે પરંતુ તે સંસ્થાના આગેવાનો પણ સ્ટેચ્યુ આજુબાજુ ડોકાયા નહિ જે કારણે સમગ્ર મામલો ટીકાને પાત્ર બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here