આજથી 21 વર્ષ પહેલા આજના જ દિવસે રાજ્યમાં ભૂકંપે વિનાશ વેર્યો હતો

સમગ્ર દેશ સાથે ખાસ કચ્છ પણ પ્રજાસતાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે રિકટરસ્કેલ પર ૬.૯ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધુ જ હતુ ન હતુ કરી નાખ્યુ હતુ, એક આંચકામાં હજારો ઈમારતો જમીન દોસ્ત થઈ હતી ગઈ હતી

સલિમ બરફવાળા
આજથી ૨૧ વર્ષ પહેલા આજના જ દિવસે રાજ્યમાં ભૂકંપે વિનાશ વેર્યો હતો. ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ના રોજ શુક્રવારના દિવસે બરાબર ૮.૪૫ના ટકોરે સમગ્ર દેશ સાથે ખાસ કચ્છ જિલ્લો પ્રજાસતાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક ધરા ધુ્રજવા લાગી હતી. રિકટરસ્કેલ પર ૬.૯ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધુ જ હતુ ન હતુ.

કરી નાખ્યુ હતુ. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પતાના મહેલની જેમ જમીન દોસ્ત થઈ હતી ગઈ હતી, જેમાં અંદાજે ૨૦ હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. અગાઉ ૧૯૫૬માં પણ કચ્છના અંજારમાં ભૂકંપ નોંધાયો હતો. આમ પાંચ દાયકા બાદ ૨૦૦૧માં કચ્છમાં ફરીથી આવેલા ભૂકંપને તારાજી સર્જી હતી.

આ ભૂકંપની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. જેમાં અમદાવાદમાં પણ ભારે નુકશાન નોંધવામાં આવ્યુ હતુ. કચ્છમાં જયારે ભૂકંપ આવ્યો, ત્યારે લોકોને થોડીવાર તો ખબર જ નહોતી પડી કે, આ ભૂકંપ છે, પરંતુ જયારે ખબર પડી, ત્યારે ચોતરફ વિનાશ જોવા મળ્યો હતો.

કચ્છના ભચાઉ તાલુકાથી ૧૨ કિ.મી. દુર ચોબારી ગામ પાસેથી ઉદભવેલા ભૂકંપે ૭૦૦ કિ.મી. સુધીના વિસ્તારને અસર કરી હતી. ૬.૯ની તીવ્રતા સાથે આવેલા આ ભૂકંપમાં ૨૦ હજાર લોકોના મોત નિપજયા હતા. જયારે અંદાજે દોઢ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સિવાય આ ભીષણ ભૂકંપમાં ૪ લાખ મકાનો ધરાશાયી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here