સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને ગ્રહણ લાગ્યું છે.
દેવરાજ બુધેલીયા
ખોટનો સામનો કરી રહેલી રો-રો ફેરીના સંચાલકો દ્વારા બે વેસલ પૈકી એક વેસલ વેચવા કાઢવામાં આવ્યું છે. રો રો સંચાલકો પાસે વોયેજ સીમફની અને આઇલેડ જેડ નામના બે વેસલ છે. જેમાંથી આઇલેન્ડ જેડ નામનું વેસલ વેચવા કાઢ્યું છે 2017 માં નરેન્દ્ર મોદીએ મુસાફરી કરી પ્રથમ ફેજનું રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તે વેસલ વેચવા કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે દરિયામાં પૂરતો ડ્રાફ્ટ ન મળવાથી બંને વેસલ સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવ્યા હતા અને હજુ સુધી ક્યારે શરૂ થશે તે નક્કી નથી.
દિવાળીની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન સૌરાષ્ટ્રમાં આવતા હોય છે તેવા સમયે જ ફેરી સર્વિસ બંધ કરી દેવાય હતી જે હજુ શરૂ થઈ નથી આ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં સ્થાન ધરાવે છે. 2017માં વડાપ્રધાન મોદીએ રો-રો ફેરી અને તે બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદ્ધાંટન કર્યું હતું પરંતુ કરોડોના આંધણ છતાં આજે આ ફેરી સર્વિસ બંધ હાલતમાં છે.