ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી અંગે બેઠક યોજાય.

બ્રિજેશ ગોસ્વામી
આગામી તા.8 ના રોજ સૌરાષ્ટ્ર વાસીઓ માટે સરકારની દિવાળીની યાદગાર ભેટ એવી ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસ નો પ્રારંભ થનાર છે.આ રો રોપેક્ષ ફેરી ની વર્ચ્યુઅલ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. રો રોપેક્ષ ફેરી સર્વિસ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કરેલી યોજના છે ત્યારે આગામી તા-8 ના રોજ ઉદ્ઘાટન પૂર્વે આજે ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળ ની ઉપસ્થિતિમાં આજે કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઇ હતી.જેમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી,મેયર અને જીએમબી ના અધિકારીઓ જોડાયા હતા. જેમાં આગામી તા.8 ના શરૂ થનાર ઘોઘા હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસના ઉદ્ઘાટન અંગેની તડામાર તૈયારી ની ચર્ચાઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here