ગેસ, અગ્નિ અને વીજળી વગર રસોઈ બનશે, 7 વીઘા જમીનમાં બનતા આ સંકુલમાં એક સાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે

રઘુવીર મકવાણા
રૂા. ૪૦ કરોડનાં ખર્ચે સાળંગપુરમાં બની રહ્યું છે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય. એક સાથે ૪ હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ઉપરાંત આ ભોજનાલયના રસોડામાં ગેસ, અગ્નિ અને વીજળી વગર રસોઈ બનશે. જેના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો છે. સાળંગપુર ધામે સાત વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એક સાથે ૪ હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે. આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગેસ, અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે.

મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અઅંદાજે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે થશે. હાલ અહીં ૧૬૦થી વધુ કારીગરો દિવસનાં ૨૦-૨૦ કલાક સુધી કામ કરી રહ્યાં છે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચ થશે. હાલ અહીં ૧૬૦થી વધુ કારીગરો દિવસનાં ૨૦-૨૦ કલાક સુધી કામ કરી રહ્યાં છે. ભોજનાલયની વિશેષતા અંગે આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જરે જણાવ્યુ હતું કે આ ભોજનાલય ૭ વિઘામાં ફેલાયેલું છે.

ભોજનાલયનાં બિલ્ડિંગનું બાંધકામ અંદાજે ૨ લાખ ૩૦ હજાર સ્કવેર ફુટનું થશે અને ભોજનાલય કુલ ૨૫૦ કોલમ પર ઉભુ હશે. ભોજનાલયનું એલિવેશન ઈન્ડો રોમન સ્ટાઈલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. આ ભોજનાલયમાં શ્રદ્ધાળુોની વધુ ભીડના થાય એટલે ૭૫ ફુટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે.

રસોઈ બનાવવા માટે ઓઈલ બેસ્ડ ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓઈલ બેઝડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઈલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઈલ ખાસ પ્રક્રિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પચીએ ઓઈલ કિચનમાં આવે છે જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઈડ ફરતું રહે છે એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે જેમાં કોઈ અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here