સમગ્ર ઘટનામાં બરવાળા પોલીસ અધિકારી શક્તિસિંહ ઝાલાની કાબિલેતારીફ કામગીરી, પરિવાર ફોટોગ્રાફી કરતો હતો તે વેળાએ પાકીટ ગુમ થયું જેમાં લાખ્ખોની મતા હતી, પોલીસે કલાકોમાં જ લાખ્ખોની મતા મુદ્દામાલ સાથે પરિવારને પરત આપ્યો જેમાં ધંધુકાનો જયંતિ ગિરફ્તાર

શંખનાદ કાર્યાલય
સિહોર પોલીસમાં ફરજ બજાવી અને હાલ બરવાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારી શક્તિસિંહ ઝાલાની વધુ એક કાબીલેતારીફ અને બિરદાવવા લાયક કામગીરી સામે આવી છે ઘટનાની વિગત એવી છે કે બરવાળા તાલુકામાં આવેલ પ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મૂળ દિવના રહેવાસી અને હાલ “યુ કે” રહેતો એક પરિવાર દર્શનાર્થે આવ્યો હતો જે પરિવાર મંદિરની બહાર કમ્પાઉન્ડમાં મોબાઈલ દ્વારા ફોટોગ્રાફી કરતો હતો તે સમયે પરિવારના લેડીઝ પાસે એક પર્સ રહેલું હતું તે પર્સ જમીન પર મૂકેલું હતું તે પાકીટ અજાણ્યો શખ્સ બઠાવી ફરાર થઈ જતા.

પરિવારે તુરંત પોલીસને જાણ કરી હતી બનાવને લઈ બરવાળા પોલીસ અધિકારી શક્તિસિંહ ઝાલા સ્ટાફ સાથે સ્ટાફ મોટો કાફલો સ્થળ પર દોડી જઇ ઝીણવટ ભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ઘટનાની જાણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ કરવામાં આવી હતી અને સમગ્ર જિલ્લામાં પણ બનાવને લઈ પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સીસીટીવી ફૂટેજના આધારે “યુ કે” પરિવારનું પાકીટ લઈ ફરાર થનાર ધંધુકાનો હોવાનું ખુલતા પોલીસે તુરંત ધંધુકા પોલીસને જાણ કરતા ગણતરીની કલાકોમાં જયંતિને પોલીસે ઝડપી ગિરફ્તાર કરી મુદ્દામાલ સોનુ ચાંદી મોબાઈલફોન રોકડ સહિત અંદાજે “સાડા પાંચે,ક” લાખનો મુદ્દામાલ કબ્જે લઈ “યુ કે” પરિવારને મુદ્દામાલ પરત કરી પોલીસ સમગ્ર ઘટનામાં તાત્કાલિક પરિણામ આપીને એક ઉત્તમ દાખલો આપ્યો છે ઘટનામાં બોટાદ અને ધંધુકા પોલીસ સાથે પોલીસ અધિકારી શક્તિસિંહ ઝાલાની કામગીરી બિરદાવી જ રહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here