સમઢીયાળાના ઘશ્યામભાઈ ચલાવી રહ્યા છે આફ્રિકામાં અન્નક્ષેત્ર


સલીમ બરફવાળા
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ કહેવત ને સાર્થક કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના એક ગુજરાતી જેમની સેવાકીય વાતો વિશે લખીએ તેટલું ઓછું પડે. ભાવનગર જીલ્લા ના તળાજા તાલુકાનું નાનકડુ એવું સમઢીયાળા ગામ જેની માતૃભૂમિ છે. પણ આફ્રિકાને જેને કર્મભૂમિ બનાવી એવા અદકેરા માનવી ઘનશ્યામભાઈ આનંદભાઈ તેજાણી આજે ગુજરાતની અસ્મિતા અને સૌરાષ્ટ્રની માનવતાની મહેક ની સુવાસ આફ્રિકા ખંડમાં ફેલાવી રહ્યા છે.

પુજ્ય હરિરામ બાપાના નામથી આજે આફ્રિકામાં અન્નક્ષેત્ર ચલાવી રોજ સેંકડો ભુખ્યાની જઠરાગ્નિ ઠારવાનું ગૌરવપૂર્ણ કામ કરી સેવાની આહલેક જગાવીને ગુજરાતનું ગૌરવ વધારવાનું કામ ઘનશ્યામભાઈ તેજાણી જેવા મુઠી ઉછેરા માનવી જ કરી શકે. પશ્ચિમ આફ્રિકાના સિરિયાના લિયોન ખાતે ગરીબ, અનાથ, અપંગ, અને નિરાધાર લોકોની જઠરાગ્નિ ઠારવા અન્નક્ષેત્ર ચાલુ કરીને શ્રી ઘનશ્યામભાઈ તેજાણી પોતાના માતા – પિતાની સાથે સમઢીયાળા ગામ સહિત આખું ભાવેણા ધન્યતા અનુભવે એવું સેવા કાર્ય કરી રહ્યાછે.

ત્યારે આ ગરવા ગુજરાતીને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. પુજ્ય હરિરામ બાપાના પરમ ભક્ત ઘનશ્યામભાઈ આણંદભાઈ તેજાણી સ્વભાવે ખુબ સરળ અને માયાળુછે. અને આજે એના માતા – પિતા પણ ધન્યતા અનુભવી રહ્યાછે. ટુંકમાં કહીએ તો ગુજરાત એટલે ગુજરાતી દુનિયાના ગમે તે ખુણે જાય પણ સંસ્કારોની સુવાસ ફેલાવવાનું ક્યારેય ન ભુલે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here