ભાવનગરથી ટ્રેકટરમાં ખાતર ભરી ભવપરાં જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો, સોનગઢ પોલીસમાં ફરિયાદ

હરેશ પવાર
ઉમરાળાના ભાવપરા ગામે રહેતા આધેડ પોતાનું ટ્રેક્ટર લઈ ભાવનગર ખાતે કડબ ખાલી કરવા માટે આવ્યા હતા દરમિયાનમાં કડબ ખાલી કરી ટ્રેક્ટર માં ખાતર ભરી પરત પોતાને ગામ ત્યારે ઈશ્વરયા ગામ પાસે આવેલ સણોસરા તરફ જવાના રસ્તા પાસે પાછળથી આવી રહેલી ટ્રકે ઠોકર મારતા ટ્રેક્ટર માં સવાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવે જ્યાં આધેડનું મોત નીપજ્યું હતું ઉમરાળાના ભવપરા ગામે રહેતા આલા ભાઈ રાણાભાઈ ડાંગર અને તેમના સંબંધી પાંચાભાઇ ભરવાડ પોતાના ગામેથી પોતાના ટ્રેક્ટર નંબર જી જે ૪ ડી એ ૯૩૬૪ માં કડબ ભરી

ભાવનગર ખાતે ખાલી કરવા માટે આવ્યા હતા દરમિયાનમાં કડ બ ખાલી કરી પોતાના ટ્રેક્ટર માં ખાતર ફરી ભાવપરા તરફ આવી રહ્યા હતા ત્યારે ઈશ્વરયા ગામ પાસે સાણોદર તરફ જવાના રસ્તે પાછળના ભાગેથી આવી રહેલ ટ્રક નંબર એમ પી ૫૦ એચ ૧૨૯૧ એ પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી ટ્રેકટરને પાછળથી ઠોકર મારતા ટ્રેક્ટર માં સવાર આલાભાઇ અને પાંચાભાઇ ને ગંભીર ઇજાઓ થઇ હતી દરમિયાનમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલે ખસેડાયા હતા સારવાર દરમિયાન આલા ભાઈ રાણાભાઈ ડાંગરનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here