સણોસરા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ભરતભાઈ પંડયાનો અકસ્માત થયો છતાં ફરજ પર અડીખમ

હરેશ પવાર
આપણે ત્યાં સરકારી તંત્ર કે સરકારી બાબુની વાત કરો તો લોકો માં કામચોરી ભષ્ટ્રાચારોની તરતજ વાતો કરતા હોય છે.પણ આ કોરોના ની પરિસ્થિતિ માં આરોગ્ય તંત્ર,પોલીસ,મહાનગરપાલિકા, નગરપાલિકા ના કમઁચારી ખડે પગે સેવા આપતા હોય છે તેની પણ પ્રજાએ નોંધ લેવી જોઈએ પ્રા.આ.કેન્દ્ર સણોસરા માં પીપરડી સબ સેન્ટરમાં આરોગ્ય કમઁચારી શ્રી ભરતભાઈ પંડયા તા.૮ ઓગસ્ટે ગાડી સ્લીપ થઈ જતા ફેકચર થયેલ પરંતું આ કમઁચારી એ કામચોરી કે બહાના બતાવ્યા વગર આજ દિન સુધી પોતાની ફરજ ચાલુ રાખી છે.

પ્રા.આ.કેન્દ્ર સણોસરાના મેડીકલ ઓફિસર ડો.આયશાબેન હુનાણી,ડો.હેતલબેન માવાણી, સુપરવાઈઝર રામદેવસિહ ચુડાસમા દ્રારા તેમની નિષ્ઠાને બીરદાવી હતી.તા.૨૮/૮/૨૦૨૦ પ્રા.આ.કેન્દ્ર ની મુલાકાત વેળાએ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી દ્રારા તેમની નિષ્ઠાને બીરદાવી હતી.આમ આવા કમઁચારી પણ જોવા મળી રહ્યા છે જે સમાજ માટે પ્રેરણા રૂપ છે.કોરોના યૌધ્ધા ને સૌ સલામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here