સણોસરા ગ્રામ સ્વરાજ સમિતિ દ્વારા મહામારી ને ધ્યાનમાં લઈ ડોર ટુ ડોર ઉકાળા નું વિતરણ

હરેશ પવાર
ગ્રામ સ્વરાજ સમિતિ – સણોસરા દ્વારા કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખી સમગ્ર સણોસરા ગામમાં ડોર ટુ ડોર જઈ ઉકાળા વિતરણ નો કાર્યક્ર્મ યોજાયો. સણોસરા ગામમાં ગામના નોકરિયાત તથા ઉત્સાહી ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલી ગ્રામ સ્વરાજ સમિતિ દ્વારા કોરોના જેવી વેશ્વિક મહામારી ને ઘ્યાને રાખી અને સમગ્ર ગામ જનો ના સ્વાસ્થ્ય ને ધ્યાને લઈ ઘરે ઘરે જઈને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સાથે આ સમિતિ ના ઉમદા હેતુ ઓ ઉજાગર કરતી પત્રિકા પણ વહેચવામાં આવી. ગ્રામ સ્વરાજ સમિતિ ની આવી નિઃસ્વાર્થ વતન પ્રત્યે ની સેવાને ગ્રામજનો તરફ થી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ગ્રામ સ્વરાજ સમિતિ ની આવી નિઃસ્વાર્થ સેવા પ્રવૃતિ આવનાર સમયમાં પણ ચાલુ જ રહેવાની હોય, જે આ પંથકના આજુબાજુ ગામો માટે પણ ગ્રામોત્થાનનું આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here