આ તસવીર કહે છે આ ધારાસભ્ય સાદગીથી ભરેલા છે, લેશમાત્ર અભિમાન કે આડંબર નહિ

મિલન કુવાડિયા
રાજકારણમાં નિષ્ઠા અને પ્રામાણિક્તાની કોઈ કિંમત નથી તેવું મોટાભાગના રાજકારણીઓ માને છે. આમ છત્તાં અનેક એવા નામો છે જેમણે પ્રામાણિક પણે પોતે રાજકારણી હોવા છતાં પોતાની નિષ્ઠાને અકબંધ રાખી છે. જેની તેઓ કિંમત પણ ચુકવે છે, છત્તાં તેઓ પોતાની સાથે પ્રામાણિક રહે છે આવું જ એક નામ એટલે કે ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશનું છે હાલ તેઓ સિહોર તાલુકાના પ્રવાસે છે જેઓ આજે સણોસરા ખાતે આવેલ પ્રસિદ્ધ શેક્ષણિક સંસ્થા લોકભારતીની મુલાકાત વેળાએ કોઈ મોટી ઉંમરના વડીલ સંસ્થાના આગેવાનને જોતા જ ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ નીચે વળી તેમના ચરણ સ્પર્શ કરતા નજરે ચડે છે.

વર્ષોથી ઉના વિસ્તારનું નેતૃત્વ કરનાર કોંગ્રેસ વરિષ્ઠ અગ્રણી અત્યંત લોપ્રોફાઈલ નેતા હોવાની સાથે જમીની કાર્યકર રહ્યા છે તેનો પુરાવો આ તસવીર છે આ મુલાકાત વેળાએ અહીં પૂંજાભાઈ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, રામભાઈ પંચોલી, હસમુખભાઈ દેવમુરારી, કાંતિભાઈ ગોથી સહિતના આગેવાનો જોડાયા હતા. પુંજાભાઈ લોકભારતીની મુલાકાત લઈ અહીંની વિશિષ્ટ શૈક્ષણિક પદ્ધતિ તેમજ સંસ્થાની કામગીરી વિશે માહિતી મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here