પાંચ શખ્સો ઘરમાં પ્રવેશી છરીની અણીએ રોકડ સોના ચાંદી લૂંટી લીધા ઉપરાંત ૧૪ ગાંસડી કપાસ અને બે મોબાઈલ પણ ઉપાડી ગયા, એકલતાનો લાભ લઇ મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ લૂંટને આપ્યો અંજામ, સોનગઢ પોલીસ અધિકારી વાઘેલા અને સ્ટાફનો મોટો કાફકો ભૂતિયા ગામે દોડી ગયો

નિલેશ આહીર

સિહોર તાલુકાના સણોસરા નજીક આવેલ ભૂતિયા ગામે પટેલ દંપતીને છરીની અણીએ લૂંટીને પાંચ અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા અને જે ઘટનાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે ભૂતિયા ગામે પ્લોટ વિસ્તારમાં બનેલી ઘટનાની વિગત એવી છે કે નરશીભાઈ પટેલ અને એમના પત્ની લાભુબેનને પાંચ અજાણ્યા શખ્સોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને છરીની અણીએ લૂંટી લઈ ફરાર થઈ જતા ઘટનાને લઈ ભારે ચકચાર મચી જાગી છે ભૂતિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા નરશીભાઈ પ્રેમજીભાઈ ખેની પટેલ જેઓએ સોનગઢ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે.

ગઈરાત્રીના પોતાના ઘરે પાંચ જેટલા અજાણ્યા શખ્સો ચોરીના ઇરાદે ગેરકાયદેસર ઘરમાં પ્રવેશીને પોતાના પત્ની લાભુબેન ખેનીને છરી બતાવી કાનમાં પહેરેલ સોનાની કડી ઘરમાં રહેલ રોકડ સોનુ સહિત ૧૪ ગાંસડી કપાસ અને બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા બનાવને લઈ સોનગઢ પોલીસ મથકના અધિકારી વાઘેલા અને સ્ટાફ ભૂતિયા ગામે બનાવ સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ઘટનાના મૂળ સુધી પોહચવા કવાયત હાથ ધરી છે બનાવમાં અજાણ્યા શખ્સોએ સોનુ ચાંદી રોકડ કપાસની ગાંસડી અને મોબાઇલની લૂંટ ચલાવી છે બનાવને લઈ સણોસરા ભૂતિયા પંથકમાં ભારે ચકચાર મચી છે પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ એકલતાનો લાભ લઇ ઘટનાને અંજામ આપ્યો છે સમગ્ર બનાવની તપાસ સોનગઢ પોલીસ મથકના અધિકારી વાઘેલા ચલાવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here