ગત વર્ષે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ગાંધી ૧૫૦ અંતર્ગત ગાંધી મુલ્યોને ઉજાગર કરતી ગાંધી પદયાત્રા સિહોરના સણોસરા ખાતે પુરી થઈ
સલીમ બરફવાળા
કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ગત ૧૬ જાન્યુઆરી-૨૦૧૯ ના દિવસે ગાંધી ૧૫૦ અંતર્ગત ગાંધી મુલ્યો ને ઉજાગર કરતી ગાંધી પદયાત્રા નું આયોજન કર્યું હતું. ૧૫૦ કિમી પર ની આ પદયાત્રા ને આજે એક વર્ષ પૂર્ણ થતા આજે તેની ખાસ ઉજવણી હાથ ધરવામાં આવી છે. મણાર ગામેથી આજે આ ઉજવણી નો પ્રારંભ થયો છે.જેમાં તેની સાથે સાંસદ ભારતીબેન શિયાળ-ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા-જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા જોડાયા હતા. આ પદયાત્રા માર્ગનું જીલ્લા પંચાયત ભાવનગર દ્વારા નામકરણ પણ કરવામાં આવ્યું છે.
તેને ગાંધી કુચ માર્ગ તરીકે જાહેર કરાયું છે.આ પદયાત્રા માર્ગ ના ગામોમાં ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય રહ્યા છે તેમજ ઠેર ઠેર મનસુખભાઈ નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પદયાત્રા વર્ષગાંઠની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ગાંધી પદયાત્રાના ૧૫૦ કિમી માર્ગ પણ જૂની યાદોને તાજા કરી ગાંધીના મુલ્યોને ઉજાગર કરવા આ પદયાત્રા માર્ગ પહોચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી હતું જયારે માર્ગો પર અનેક લોકાર્પણ-ખાતમુહુર્ત ના કાર્યક્રમોમાં પણ જોડાઈ રહ્યા હતા સાથે સાથે રાત્રીના સિહોરના સણોસરા ખાતે યાત્રા સમાપન થઈ હતી.