પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઘરે ઘરે મુલાકાત શરૂ

સલીમ બરફવાળા
કોરોના સામે રસીકરણ માટે સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સઘન કામગીરી થઈ રહી છે. આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે મુલાકાત લઈ રહ્યા છે. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી શ્રી આશિયા હુનાણીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓના સંકલન સાથે ૪૫થી ૬૦ વર્ષની આશરે ૨૨૫૦ જેટલી વ્યક્તિઓને અને ૬૦ વર્ષથી ઉપરની આશરે ૧૪૨૫થી વધુ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે, તેમજ હજુ વધુ માટે કાર્યવાહી ચાલુ છે.

તબીબી અધિકારી શ્રી મહેશભાઈ પડાયા સાથે નિરીક્ષક શ્રી મિતેશભાઈ પરમાર તથા શ્રી લીલાબેન પરમાર અને સાથી કર્મચારીઓ દ્વારા સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચેના ૧૪ ગામોમાં આગેવાનોના સહકાર સાથે રસીકરણ થઈ રહ્યું છે. સણોસરા પંથકના ગામોમાં અધિકારી શ્રી આશિયા હુનાણી સાથે આંગણવાડી બહેનો, આશા કાર્યકર્તા તેમજ સ્થાનિક કાર્યકરો ઘરે ઘરે મુલાકાત શરૂ કરી સમજ આપી આ કામગીરી વેગવાન બનાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here