કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક, સેનેતાઈઝર,ટેમ્પરેચર ગન,ppe કીટ સહિતની જરૂરી વસ્તુઓની ફાળવણી

દેવરાજ બુધેલીયા
હાલ કોરોના મહામારી દિવસે દિવસે વધી રહી છે. લોકડાઉન ખુલ્યા બાદ કોરોના કેસો ગામડાઓમાં પણ આવી રહ્યા છે. જેને લઈને જિલ્લા પંચાયતના સદસ્ય બાવચંદભાઈ લીંબાની દ્વારા રૂપિયા એક લાખની ગ્રાંટમાંથી સિહોર તાલુકાના સણોસરા અને ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે થઈને જરૂરી કિટોની ફાળવણી કરવામાં આવી હતી. રાત દિવસ કોરોના સામે લડત આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાવચેતી માટે કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ સણોસરા આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત સદસ્ય બાવચંદભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોકુળભાઈ આલ, સરપંચ બાવચંદભાઈ ચૌહાણ તેમજ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને સ્ટાફની હાજરીમાં સેનેતાઈઝર, ppe કીટ, ગ્લોઝ, માસ્ક સહિતની જરૂરી કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ટાણા ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં પણ પ્રતાપભાઈ મોરી, જીવરાજભાઈ ગોધાણી, ભોજરાજસિંહ ગોહિલ, ઘનશ્યામભાઈ ચૌહાણ, અજુભાઈ કુવાડિયા , છગનભાઈ ઇટાલિયા સરપંચ, ઉપ સરપંચ તેમજ મેડિકલ ઓફિસરની હાજરીમાં કોરોના સામે રક્ષણ આપતી કિટોની ફાળવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here