ભાવનગરના એક વિધાર્થીએ યુનિવર્સિટી પરીક્ષા રદ કરવા બાબતની રજુઆત શક્તિસિંહને કરી, શક્તિસિંહ કોરોના સંક્રમિત હોવા છતાં વિદ્યાર્થીની કહ્યું હું મુખ્યમંત્રી સુધી તમારી વાતને પોહચાડું છું

રાષ્ટ્રીય કોંગ્રેસના કદાવર અને ભાવનગરના નેતા શક્તિસિંહ ગોહિલ એટલે જ લાખ્ખો લોકોના દિલમાં રાજ કરે છે, એક સામાન્ય માણસ કે વિદ્યાર્થીઓને અહીંથી જવાબ મળે છે

કોરોનાએ સામાન્ય માણસ અને વીવીઆઈપી બંને પર કહેર વર્તાવ્યો છે . પોતાને કોરોના ન થાય તેવા ભ્રમમાં રહેતા નેતાઓ અને સામાન્ય જનને પણ તેની ગંભીરતા આવવી જરૂરી બની ગઈ છે કોરોનાને કારણે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સહિત કેન્દ્રીય નેતાઓ પણ સંક્રમિત બન્યા છે . જે પૈકીના હજુ પણ કેટલાક હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહ્યા છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ખાસ ગણાતા ભાવનગરના નેતા શક્તિસિંહ ગોહિલ પણ કોરોના સંક્રમિત છે અને જેઓને તબીબોએ ફેફસાનું ઈંફેકશન થતા મુલાકાતીઓ સાથે વાત નહી કરવા સલાહ આપી છે ત્યારે ભાવનગરના એક વિધાર્થીએ યુનિવર્સિટી પરીક્ષા મોકુફ રાખવા માટે રજુઆત કરતા જેઓએ મુખ્યમંત્રી સુધી રજુઆત કરીને એક સામાન્ય વિધાર્થીની લાગણી પોહચાડવા માટે શક્તિસિંહ ગોહિલે વિદ્યાર્થીને સામો પ્રત્યુતર આપ્યો છે.

રાજકારણમાં હાલની સ્થિતિ જોઈએ તો પદ અને સત્તા મેળવવા માટે જે કાવતરાઓ થાય છે તે ભવિષ્ય માટે ચિંતાજનક છે પરંતુ શક્તિસિંહ ગોહિલનું લીમડા ખાતેથી શરૂ થયેલ રાજકારણ આજે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો દબ-દબો રહેલો છે છતાં એમના પગ આજે પણ જમીન છે તે કહેવામાં અતિશયોક્તિ નથી આજે તેઓએ પોતે ટ્વીટ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાને કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમને ફેફસાનું ઈંફેકશન થયું છે.

આચચચચચફેફસામાં ઈંફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. પોતાના સમર્થકો અને સાથી કાર્યકરોને અપીલ કરી હતી કે, મુલાકાતીઓ સાથે વાત ન કરવા તબીબોએ સલાહ આપી છે આ સ્થિતિ વચ્ચે શક્તિસિંહ ભાવનગરના એક વિદ્યાર્થીની લાગણી મુખ્યમંત્રી સુધી પોહચડવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી સામો પ્રત્યુતર આપ્યો છે.

રાષ્ટ્રીય કક્ષાના નેતા હોવા છતાં તેમની અંદર રહેલી નમ્રતા અને સારાપણુ હજુ યથાવત રહ્યું છે સામાન્ય રીતે રાજનેતાઓ સત્તા મળ્યા પછી છાકટા થઈ જાય છે પણ શક્તિસિંહ તેમાં અપવાદ છે અને એટલે જ આજે વર્ષો પછી પણ એમ કહી શકાય કે મારા સહિત લાખ્ખો લોકોના દિલમાં શક્તિસિંહ રાજ કરે છે..શક્તિસિંહ આપની તબિયત કુશળ હશે..

– મિલન કુવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here