સિહોર બાદ હવે શંખનાદનું ભાવનગરમાં એક કદમ, શંખનાદ કેપિટલ નામનું શેરબજાર ટ્રેનિંગ એકેદમીનો આજથી પ્રારંભ

કોરોના જેવી મહામારીના કારણે શંખનાદના શુભચિંતકો અને શુભેચ્છકોને આમંત્રિત ન કરી શક્યા તેનું દુઃખ છે : મિલન કુવાડિયા

સલીમ બરફવાળા
શંખનાદ કેપીટલે આજે ભાવનગર ખાતે ઓફિસનો પ્રારંભ કર્યો છે અને શંખનાદ કેપિટલ એટલે કે શેરબજાર ટ્રેનિંગ ઓફિસ ગુલીસ્તા ગ્રાઉન્ડ ઇવા કોમ્પલેક્ષ ખાતે આજથી શરૂ કરવામાં આવી છે ઓગસ્ટ મહિનો હંમેશા ક્રાંતિકારી મહિના તરીકે જાણીતો છે ત્યારે શંખનાદ સંસ્થાનું પણ એક ક્રાંતિકારી સોપાન શંખનાદ કેપિટલના નામે ભાવનગર ખાતેથી મહામારીને ધ્યાને લઈને માત્ર સંસ્થાના સંચાલકોની હાજરીમાં ભાવનગર ખાતે આજથી ખુલ્લી મુકવામાં આવી છે ભાવનગર શેરબજાર માટેનું રાજ્યનું હબ માનવામાં આવે છે શેરબજારમાં ઉથલ – પાથલના કારણે રોકાણકારોના નાણાંઓ ડૂબતા હોઈ છે ત્યારે શંખનાદ દ્વારા ભાવનગરમાં એક કદમ મૂકીને શંખનાદ કેપિટલ શરૂ કરવામાં આવ્યું છે.

જ્યાં વર્ષોના અનુભવીઓ દ્વારા શેરબજાર માર્કેટની ટ્રેનિંગ આપવામાં આવશે આ કંપની એન.એસ.સી – બી.એસ.સી રજીસ્ટ્રેડ કંપની હોય તેમજ પ્રિએક્શન પદ્ધતિ સાથે રોકાણ કરો ને તાલીમ બધ્ધ કરવામાં આવશે જ્યાં શેરબજારમાં શુ થવા જઈ રહ્યું છે એની જાણકારી આપવામાં આવશે જો તમે શેર માર્કેટમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોવતો તમારા માટે શંખનાદ કેપિટલ ઉત્તમ છે અને શેરબજાર રોકાણકારોએ અવશ્ય એકવાર મુલાકાત લેવી જરૂરી છે આજથી ઇવા કોમ્પલેક્ષ ગુલીસ્તા ગ્રાઉન્ડ સામે ભાવનગર ખાતે ઓફીસ શરૂ કરવામાં આવી છે.

ઓફિસના પ્રારંભ સમયે મિલન કુવાડિયા તથા ભૌતિક લાઠીયા દ્વારા પૂજા વિધિ સાથે કળશ સ્થાપના કરી વિધિવત રીતે પ્રારંભ કરાયો છે ત્યારે કોરોના મહામારીને ધ્યાને રાખીને સંસ્થાના મુખ્ય લોકોની હાજરીમાં ઓફિસનું ઓપનિંગ કરાયું છે સંસ્થાના સંચાલક મિલન કુવાડિયાએ જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારીના કારણે શંખનાદના શુભચિંતકો અને શુભેચ્છકોને આ તકે અમે આમંત્રિત ન કરી શક્યા તેનું દુઃખ વ્યક્ત કરીને નવા સોપાન માટે સહકારની અપેક્ષાઓ સાથેની આશાઓ વ્યક્ત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here