શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયા તેના સૌ પ્રથમ અહેવાલ ગઇકાલે રાત્રીના ૧૦ : ૧૦ કલાકે શંખનાદે ૬૫ હજાર વાચકોને આપ્યો હતો

સૌરાષ્ટ્ર નો સૌથી મોટો ડેમ થયો ઓવર ફ્લો, મેયર સહિતના લોકોએ કર્યા વધામણાં, પાંચ વર્ષ બાદ ફરી શેત્રુજી ડેમ થયો ઓવર ફ્લો

ડેમના ૨૦ દરવાજા એક ફૂટ ખોલાયા, ડેમ હેઠળ આવતા ગામોને કરાયા એલર્ટ, પીવાના અને સિંચાઈના પાણી થી સમસ્યા માંથી ગોહિલવાડ થયું મુક્ત

મિલન કુવાડિયા
ભાવનગર શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુજી ડેમ ગત રાત્રીના ઓવરફ્લો થયો છે તેના સૌ પ્રથમ બ્રેકીંગ ન્યૂઝના રૂપે રાત્રીના ૧૦:૧૦ કલાકે વાચકો સુધી સોશ્યલ મીડિયા ૬૫ થી વધુ વાચકો સુધી અહેવાલો રજૂ કરીને ફરી સમાચારોમાં શંખનાદ અગ્રેસર રહ્યું છે ગોહિલવાડ જેની આતુરતા થી રાહ જોઈ રહ્યો હતો તે યાદગાર પળ અને નજારો ગત રાત્રીના પરીપૂર્ણ થયો છે. જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ગત રાત્રીના તેની ૩૪ ફૂટની છલક સપાટી વટાવી ઓવરફ્લો થયો હતો.

શેત્રુજી ડેમ છેલ્લે વર્ષ ૨૦૧૫ માં ઓવરફ્લો થયો હતો ત્યાર બાદ ફરી પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થતા ગોહિલવાડ ખુશી થી ઝુમી ઉઠ્યું છે અને પીવાના પાણી અને સિંચાઈ ની સમસ્યા માંથી આવનારા એક વર્ષ માટે મુક્તિ મેળવી છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા તેના વધામણા માટે મહાનગર પાલિકા અને તંત્રના અધિકારીઓ – પદાધિકારીઓ જેમાં મેયર, કમિશ્નર, સ્ટેન્ડિંગ ચેરમેન સહીતના લોકો આ ડેમના વધામણાં માટે ડેમ ખાતે પહોચ્યા હતા અને પુષ્પ અને શ્રીફળ દ્વારા વધામણાં કર્યા હતા.ડેમ ઓવરફ્લોની ખુશીની સાથે સાથે અનેક ગામોને સાવચેત પણ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here