આગામી શિયાળુ અને ઉનાળુ પાક પાણીને લઇ સારો આવે તેવી આશા, ઉભી મોલાતો માટે જરૂરી પાણ ખેડૂતો સાથે મીટીંગ બાદ પાણી છોડવામાં આવશે,

મિલન કુવાડિયા
જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ કે જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ પણ છે જે પાંચ વર્ષ બાદ એટલેકે ૨૦૧૫ બાદ આ વર્ષે ફરી તેની ૩૪ ફૂટની છલક સપાટી કુદાવી ઓવરફલો થયો છે. આ ડેમ ઓવરફલો થતા જ ગોહિલવાડ પાણીની સમસ્યા માંથી ૧ વર્ષ માટે મુક્ત બની ગયું છે. આ ડેમની રચના પણ અદભુત છે. ૧૯૫૫ માં આ ડેમનું ખાતમુહુર્ત તાત્કાલિક વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે ૪ વર્ષ બાદ એટલેકે વર્ષ ૧૫૫૯ માં ડેમ બની અને તૈયાર થઇ ગયો હતો.

૨૫ સ્ક્વેર કિમી માં ફેલાયેલા આ ડેમમાં ૧૦૮૦૦ મિલિયન ઘન ફૂટ પાણી નો સંગ્રહ થાય છે. આ પાણી ભાવનગર શહેર અને જિલ્લાને ચાર વર્ષ સુધી પાણી આપી શકે છે. પરંતુ એક વર્ષ માટે આ ડેમનું માત્ર ૨૨ થી ૨૫% પાણી પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે જયારે ૫૦% પાણી સિંચાઈ માટે છોડવામાં આવે છે તેમજ બાકીનું ૨૫% પાણી રીઝર્વ રાખવામાં આવે છે. જેને પીવા કે સિંચાઈ જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ માટે લેવામાં આવે છે. આ ડેમનો સ્ત્રાવ વિસ્તાર એટલે અમરેલી જીલ્લાનો વિસ્તાર કે જેમાં ધારી, લાઠી, લીલીયા, સહિતના વિસ્તારોમાં પડેલા સારા વરસાદને લઇ આ ડેમમાં પાણીની પુષ્કળ આવક થાય છે.

ગત ચોમાસામાં વધુ પડતા વરસાદને લઇ પાકને નુકશાન થયું હતું જયારે ઉનાળુ અને શિયાળુ પાકને પણ માવઠા એ નુકશાન કરતા ખેડૂતોને પાકમાં ભારે નુકશાની થઇ હતી જયારે આ વર્ષે હાલ વરસાદ અનુકુળ પડી રહ્યો છે તેમજ તળના પાણી પણ ઊંચા આવી જતા કુવા માં પણ પાણી આવી ગયું છે જયારે ડેમમાં પણ સિંચાઈ માટે પુરતું પાણી હોય જેથી ખેડૂતો આવતા શિયાળા અને ઉનાળુ પાકમાં સારું ઉત્પાદન મેળવી શકશે તેવું અધિકારી કહી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here