સિહોર કંસારા બજાર ખાતે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં હોમાત્મક સુંદરકાંડનું આયોજન

હરેશ પવાર
સિહોર કંસારા બજાર ભટ્ટની શેરી ખાતે આવેલ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રી મહા પર્વ નિમિત્તે શિવજી ના રૂદ્ર અવતાર એવા હનુમાનજી મહારાજ નો હોમાત્મક સુંદરકાંડ યોજાયેલ આ યજ્ઞમાં સ્થાનિકો દ્વારા ભાવિ ભકતજનો માટે સરબત તેમજ ફરાળ નો મહાપ્રસાદ રાખવામાં આવેલ. તેમજ નીલકંઠ મહાદેવ ની શિવધુન અને રાત્રી ના મહા આરતી કરવામાં આવેલ.આ ધાર્મિક કાર્યક્રમમાં નગરપાલિકા નગરસેવક ભરતભાઈ રાઠોડ હાજી સાહેબ કરીમભાઈ સરવૈયા, હીનાબેન, હિરલબેન, અશ્વિનભાઈ બુધનપરા દેવાભાઈ બુધેલીયા.. તેમજ મહાનુભાવો.શ્રેષ્ઠીઓ સાધુ.સંતો તેમજ કંસારા બજાર ના રહેવાસીઓ ખાસ ઉપસ્થિત રહી ધાર્મિક પર્વ માં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here