રમતગમત ક્ષેત્રે નવી ઉડાન ભરવા સ્પોર્ટ્સ સંકુલ આકાર લેશે, સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર-બે દિવસ મોજ, અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

મિલન કુવાડિયા
સિહોરમાં આવેલ ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઇસ્કુલમાં આગામી તા.25 અને 26 ફેબ્રુઆરીના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીનીઓ અભ્યાસ સાથે રમતગમત તેમજ અન્ય ક્લાક્ષેત્રમાં સિહોર અને શાળાનું નામ હરહંમેશ ઉજાગર કર્યું છે. ગર્લ્સ હાઇસ્કુલ ના સાંસ્કૃતિક કાર્યક્રમ માં અવનવી કલાઓ વિધાર્થીની દ્વારા રજૂ કરવામાં આવે છે જેના પર તાળીઓ નો વરસાદ થઈ પડે છે.

અહીં જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના રમતગમત ક્ષેત્રમાં ઊંચી ઉડાન ભરવા માટે થઈને સ્પોર્ટસ સંકુલનું નવું મકાન આકાર પામશે તેના ભુમી પૂજન પણ સાથે કરવામાં આવશે. જેમાં શ્રી અશ્વિનભાઈ સી.દામાણી-દામાણી શિપિંગ મુંબઈ ના હસ્તે કરવામાં આવશે. અહીં કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, સાસંદ ભારતીબહેન શિયાળ,સિહોર નગરપાલિકા પ્રમુખ દીપતિબહેન ત્રિવેદી, શ્રી મહેન્દ્ર ત્રિવેદી પૂર્વગૃહ મંત્રી ગુજરાત રાજ્ય, એન.જી.વ્યાસ જિલ્લા શિક્ષણ અધિકારી, શ્રી નિલેશકુમાર ઇન્દુલાલ મણીયાર, શ્રીમતી પ્રભાબહેન ઇન્દુલાલ મણીયાર સહિતના સિહોરના આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે.

અહીં પરમ પૂજ્ય જિણારામ મહારાજ-મોંઘીબાની જગ્યા અને મહામંડલેશ્વર શ્રી સ્વરૂપાનંદજી મહારાજ-ગૌતમેશ્વર મહાદેવ આશીર્વચન પાઠવશે. આ રંગારંગ કાર્યક્રમ ની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શાળા પરિવાર તેમજ ટ્રસ્ટીઓ અને વિધાર્થીઓ દ્વારા સખત મહેનત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here