ભાવનગરના એક યુવાને અપહરણ કર્યું હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ, સગીરાના માતાપિતાએ ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસનો ધમ-ધમાટ

હરીશ પવાર
સિહોર સહિત આસપાસ માં પંથકમાં અપહરણ ની ઘટનાઓ સામે આવી રહી છે સાથે જિલ્લાભરમાં બની રહેલી ઘટનાઓ જોતા લાગી રહ્યું છે કે પોલીસના ખોફની પકડ ગમે તે કારણોસર છૂટી રહી છે. સિહોર શહેરમાં અમદાવાદ રોડ વિસ્તારની એક સગીરાને ભાવનગરના એક યુવાને સગીરાનું અપહરણ કરી ગયા હોવાનું સિહોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તા.13 ફેબ્રુઆરી ના રોજ સિહોરની સગીરાને લલચાવી ફોસલાવીને ભાવનગરના એક યુવાને અપહરણ કરી જઈને ફરાર થઈ ગયેલ છે. આ ઘટનાની જાણ થતાં સિહોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ સિહોર પોલીસ મથકના પી.એસ.આઈ જે.બી પરમાર દવારા કરવામાં આવી રહી છે. આરોપી ને ઝડપી લેવા માટે થઈને જિલ્લાભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે બનાવના પગલે સિહોર અને પંથકમાં ભારે ચકચાર જાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here