સણોસરા નજીક અજાણી મહિલાની મદદે અડધી રાતે સિહોર 181 અભ્યમ પહોંચી

હરીશ પવાર
સિહોરના સણોસરા ગામે ગઈકાલ રાત્રે ત્રીજી વ્યક્તિ દ્વારા સિહોર 181 અભ્યમ માં ફોન કરતા જણાવેલ કે એક અજાણી મહિલા અહીં ભુલા પડેલ છે જેમની ભાષા સમજમાં આવતી નથી. આ વાત મળતા સિહોર અભ્યમ 181 ની ટિમ સણોસરા ખાતે પહોંચી ને અજાણી મહિલાનો કબજો લઈને કાઉસેલિંગ હાથ ધરવામાં આવેલ. પૂછતાછ દરમ્યાન જાણવા મળેલ કે મહિલા હિન્દી ભાષી છે.

સમબલ નામના ગામની રહેવાસી છે ત્યાં રેલવે ફાટક નજીક રહે તેટલું જ યાદ છે. અહીં તેના પતિએ બીજી સ્ત્રી લાવતા તેને ઘરમાંથી કાઢી મુકેલ છે. બીજી કોઈ વાત યાદ નહિ આવતા અભ્યમ ટિમ દ્વારા વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષામાં મૂકી આવેલ. આ મદદ કાર્યમાં અભ્યમ ટીમના કાઉન્સેલર શિલ્પા પરમાર,પાઇલોટ પ્રકાશભાઈ તથા કોન્સ્ટેબલ દિવ્યાબહેન એ ઉમદા ફરજ નિભાવી મહિલાને સુરક્ષિત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here