સિદસરના પાટીદાર આગેવાને સુરતમાં ભાજપ અધ્યક્ષ શુભેચ્છા બેનરમાં સમસ્ત સમાજનું નામ લખાતા આગેવાનોને ટાંકી પત્ર લખ્યો

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર ના પાટીદાર આગેવાન નરેશ ડાખરાએ સુરતમાં ભાજપ અધ્યક્ષ શુભેચ્છા બેનરમાં સમસ્ત સમાજનું નામ લખાતા આગેવાન ટાંકી પત્ર લખ્યો છે પાટીદાર આંદોલન જ્યાં ખૂબ ચાલ્યું એ સુરતના પ્રવેશ દ્વારા વાલકથી વરાછા થઈને ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલની કાર રેલી આજે યોજાઈ હતી. આ રેલીના માર્ગ પર સી આર પાટીલને શુભેચ્છા દર્શાવતા બેનર અને હોર્ડિંગ્સ લાગી લાગ્યા હતા જેમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પણ શુભેચ્છાનું બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનરને લઈને ભાવનગર ના યુવા પાટીદાર નેતા સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં નેતાઓની ચાપલુસી માટે સમાજના નામનો ઉપયોગ બંધ કરવા તથા કોને પુછીને સમાજનું નામ લખ્યું તથા પાટીદારો પર અત્યાર કરનાર પાર્ટીના પ્રમુખને શુભેચ્છા શું કામ તેવા સવાલો ઉઠાવ્યાં છે.

સાજે જ જો તેમને પુછ્યા વગર નામ લખાયું હોય તો સામે આવી સ્પષ્ટતા કરવાની પણ માંગ કરવામાં આવી છે નરેશ ડાખરા દ્વારા બેનરને લઈને સવાલો કરાયા છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, હોર્ડિંગ્સમાં મેં એક શબ્દ વાંચ્યો ‘સમસ્ત પાટીદાર સમાજ’ આ સમસ્ત એટલે શું ? શું આખા સમાજે એમને શુભેચ્છાઓ આપી છે ? અમારી બહેનોને વિધવા કરનારા અને અમારી માતાઓના ખોળા ખાલી કરનારા નેતાઓને સમસ્ત સમાજ વતી શુભેચ્છા આપવાનો અધિકાર આપને કોણે આપ્યો ?

શું તમે અન્ય પાર્ટીના નેતાઓ અધ્યક્ષ બને છે ત્યારે આવી શુભેચ્છાઓ આપો છો ? તો એક જ પાર્ટી માટે આટલો પ્રેમ કેમ ?  સમાજના નામનો ઉપયોગ કોઈ પક્ષની ભક્તિ કરવા માટે કરવાનો અધિકાર તમને કોણે આપ્યો ? શું મારો પાટીદાર સમાજ એ કોઈ એક પક્ષની જાગીર છે ?તમારે અંગત શુભેચ્છાઓ આપવી હોય તો આપ સ્વતંત્ર છો અને એ આપનો અધિકાર છે પણ સમાજના નામનો આવો દુરુપયોગ થશે તો અમારા જેવા યુવાનોથી ચૂપ નહીં રહેવાય.પત્રમાં આગળ લખાયું છે કે, અમે આપને બહુ આદર સાથે વિનંતી કરીએ છીએ.

આ હોર્ડિંગોને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવે અને જો હટાવવામાં આપશ્રીને ડર લાગતો હોય તો એ હોર્ડિંગમાં એવું સ્પષ્ટ લખવામાં આવે કે ‘આ શુભેચ્છામાં પાટીદાર સમાજના યુવાન એવા નરેશ ડાંખરા ની શુભેચ્છાનો સમાવેશ કરવામાં આવેલ નથી’ અને જે જે યુવાનો આવી માંગણી કરે એ તમામના નામ પણ લખવામાં આવે.જો આ હોર્ડિંગ આપની અનુમતિ વગર લગાવવામાં આવ્યા છે તો સમાજ સમક્ષ આવીને ખુલાસો કરો તેમજ સમાજના નામનો આવો દુરુપયોગ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here